શોધખોળ કરો
તંત્ર નિષ્ફળ? તો હવે નેતાજી મેદાનમાં! પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જાતે જ પાવડો લઈને ખાડા પૂર્યા
પાટણ ના વોર્ડ નંબર 11 માં ખાડા રાજથી ત્રસ્ત નાગરિકોની વહારે આવેલા કિરીટ પટેલે જાતે જ ખાડા પૂર્યા; નગરપાલિકાની નિષ્ફળતા સામે મોટો સંદેશ.
પાટણ શહેરમાં લાંબા સમયથી પ્રવર્તતા ખાડાના પ્રશ્નથી ત્રસ્ત નાગરિકો માટે ધારાસભ્ય કિરીટ પટેલે જાતે જ મેદાનમાં ઉતરીને કામગીરી કરી છે.
1/5

સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં, કિરીટ પટેલે પોતાના સમર્થકો સાથે મળીને પાવડા અને મિશ્રણ મશીનની મદદથી ખાડા પૂરવાનું કામ હાથ ધર્યું હતું. આ ઘટનાએ નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે, જ્યારે ધારાસભ્યની આ પહેલ લોકોમાં પ્રશંસાનું પાત્ર બની છે.
2/5

પાટણ શહેરમાં ખાસ કરીને વોર્ડ નંબર 11 માં આવેલી સોસાયટીઓના રહીશો માટે રસ્તા પરના ખાડા એક મોટી સમસ્યા બની ગયા હતા. આ વિસ્તારમાં પદ્મનાથ થી યદુવીલા સુધીના માર્ગ પર મોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આસપાસની યસ ગ્રીન, યસ કુટિર, યદુ વીલા, યસધામ સહિત 20 થી વધુ સોસાયટીના રહીશોએ આ અંગે પાટણ નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી.
Published at : 13 Sep 2025 07:28 PM (IST)
આગળ જુઓ





















