શોધખોળ કરો
Morbi Cable Bridge Collapses PHOTO: તસવીરોમાં જુઓ મોરબી પુલ દુર્ઘટનાની કરુણાંતિકા
Morbi Cable Bridge Collapses PHOTO: મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા કલેકટર કચેરી દ્વારા એક ટેલિફોન નંબર જાહેર કરવામાં આવ્યો
મોટી સખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચ્યા
1/8

Morbi Cable Bridge Collapses PHOTO: મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા કલેકટર કચેરીનાં ડિઝાસ્ટર કન્ટ્રોલરૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય.
2/8

મોરબી સિવિલ હોસ્પિટલ મોટી સંખ્યામં લોકો એકઠા થયા છે.
3/8

બચાવ તથા રાહત કામગીરી માટે 32 જેટલી વિવિધ ટીમો જામનગરથી મોરબી જવા રવાના થઈ છે.
4/8

મોરબી ખાતે ઝુલતા પુલ પર થયેલ અકસ્માત અન્વયે જામનગર વહીવટી તંત્ર તરફથી બચાવ તથા રાહત કામગીરી માટે 32 જેટલી વિવિધ ટીમોનું ગઠન કરી તાત્કાલિક અસરથી મદદ માટે રવાના કરવામાં આવી છે.
5/8

મચ્છુ કાઠે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. રાહત અને બચાવ કામગીરી માટે લોકો મદદે આવ્યા છે.
6/8

આ દૂર્ઘટના ઘટી ત્યારે 300 જેટલા લોકો આ પુર પર સવાર હતા. બ્રીજ તૂટ્યા બાદ સેંકડો લોકો નદીમાં ખાબક્યા છે.
7/8

દૂર્ઘટના અંગે વાત કરતા પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, જે સમયે આ દૂર્ઘટના ઘટી તે સમયે પુલ પર અનેક મહિલાઓ અને બાળકો પણ હતી. અંદાજીત 100 લોકો નદીમાં ખાબક્યા હોવાની આશંકા છે.
8/8

મોરબીની આ દૂર્ઘટના પર સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે.
Published at : 30 Oct 2022 11:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
