શોધખોળ કરો
રાજ્યમાં 3 સિસ્ટમને કારણે આગામી 5 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે, જાણો ક્યા જિલ્લા પર છે સૌથી વધુ ખતરો
Gujarat Rain Alert: ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય બન્યું છે અને રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે.
Gujarat Weather Alert: હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસ ના જણાવ્યા અનુસાર, રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 112% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે ખેડૂતો અને જનતા માટે ખરેખર રાહતની વાત છે. હાલમાં ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી, રાજ્યમાં ચોમાસાનો માહોલ આગામી દિવસોમાં પણ જળવાઈ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
1/5

આગામી 5 દિવસની વરસાદની આગાહી: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન, દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની સંભાવના સાથે દરિયામાં કરંટ પણ જોવા મળશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
2/5

આજે: ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
Published at : 07 Jul 2025 03:34 PM (IST)
આગળ જુઓ





















