શોધખોળ કરો
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, પણ મોનસૂન ટ્રફ એક્ટિવ રહેતા આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશે
Gujarat Rain Alert: હવામાન વિભાગ અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે; અત્યાર સુધીમાં 29% વધુ વરસાદ નોંધાયો.
Gujarat Rain: ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે અને હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયન ના કેટલાક વિસ્તારો માટે કરવામાં આવી છે.
1/5

રાજ્યમાં 1 જૂન થી 10 સપ્ટેમ્બર સુધીમાં સામાન્ય કરતાં 29% વધુ વરસાદ નોંધાયો છે, જે આ સિઝનમાં 832.9 મીમી પર પહોંચ્યો છે. આ ઉપરાંત, માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન પણ આપવામાં આવ્યું છે.
2/5

હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં મોનસૂન ટ્રફ સક્રિય છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. જોકે, સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઓછું થવાની શક્યતા છે.
Published at : 10 Sep 2025 09:33 PM (IST)
આગળ જુઓ





















