શોધખોળ કરો
નિડર અને બાહોશ પૂર્વ IPS અધિકારી આર.ડી.ઝાલાની યાદગાર તસ્વીરો જુઓ એક ક્લિકમાં
નિડર અને બાહોશ પૂર્વ IPS અધિકારી આર.ડી.ઝાલાની યાદગાર તસ્વીરો જુઓ એક કલીકમાં

R D Zala
1/16

ગુજરાત પોલીસનુ રત્ન, નવનિયુકત પોલીસ અધિકારીઓના આદર્શ એવા નિવૃત ડીએસપી આર.ડી ઝાલાનુ રાજકોટ ખાતે સોમવારના રોજ અવસાન થતાં સમગ્ર પોલીસ પરિવારમાં છવાયો શોક
2/16

આજે રાજકોટ ખાતે તેમના પાર્થીવ દેહને પૂરા માન સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી.
3/16

આરડી ઝાલાને આજે રાજકોટમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. .આ દરમિયાન રાજકોટ રેન્જના આજી અશોક યાદવ, રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. અને પરિવારને દિલાસો પાઠવ્યો હતો.
4/16

ગુજરાત પોલીસના DGP વિકાસ સહાય જયારે પ્રોબેશનલ IPS તરીકે તેમની કારર્કિદી શરુઆત ગોધરાથી કરી ત્યારે આર.ડી.ઝાલા તેમના પોલીસ અધિક્ષક હતા.
5/16

પોલીસ સેવા દરમિયાન આર.ડી.ઝાલા જીપમાં ફરતા અને નિવૃતી બાદ પણ તેમનો જીપ પ્રત્યેનો પ્રેમ અને શોખ અવિરત રહ્યો.
6/16

પોલીસની વર્દી અને કાઠીયાવાડી અશ્વ સાથે આરડી ઝાલા.
7/16

આર.ડી.ઝાલાને ગીર ગાય પ્રત્યે ખુબ પ્રેમ હતો અને ફાર્મ પર તેઓ ગીર ગાય રાખતા હતા.
8/16

યુવા વયે પોતાના પોલીસ યુનિફોર્મમાં આર.ડી.ઝાલા સાહેબ
9/16

નિવૃતી બાદ પણ તેઓ અધિકારીની માફક હેટ સાથે આગવા અંદાજમાં જોવા મળતા.
10/16

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગઢીયા સ્થિત ફાર્મ હાઉસમાં કુદરતના ખોળે આગવા અંદાજમાં આર.ડી.ઝાલા
11/16

પોતાના પોલીસ કાર્યકાળ દરમિયાન જૂનાગઢ સ્થિત રાજય સરકારના અશ્વ ફાર્મમાં કાઠીયાવાડી અશ્વ ચાંદ સાથે આર.ડી.ઝાલા સાહેબ
12/16

આર.ડી.ઝાલા (વચ્ચે) ના લગ્ન સમયની તસ્વીર.મુંબઈના પ્રથમ પોલીસ કમિશનર પ્રવિણસિંહજી ઓફ લાઠી (ડાબી બાજુ) અને ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજી (જમણી બાજુ)
13/16

ગઢીયા સ્થિત તેમના ફાર્મ હાઉસમાં નિવૃત જીવન દરમિયાન આર.ડી.ઝાલા સાહેબ
14/16

આર.ડી.ઝાલાને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરતા ગુજરાતના તત્કાલીન રાજયપાલ શારદાબેન મુખરજી .
15/16

તેમના ધર્મપત્ની સાથે રધુરાજસિંહ ઝાલા
16/16

DGP બન્યા બાદ વિકાસ સહાય રાજકોટની મુલાકાતે ગયા ત્યારે આર.ડી. ઝાલાના ખબર અંતર પૂછવા તેમના ઘરે ગયા હતા.
Published at : 20 Jun 2023 04:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
