શોધખોળ કરો
Ram Mandir: સારંગપુર મંદિરમાં અયોધ્યાની ઝાંખી, હનુમાનજીને વિશેષ શણગારમાં રામ મંદિરની પ્રતિકૃતિથી શણગારાયા, તસવીરો.....
સારંગપુર હનુમાનજી મંદિરમાં વિશેષ શણગાર, 6 ફૂટની અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ મુકાઇ, જુઓ તસવીર

(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)
1/7

Ram Mandir: અયોધ્યામાં આજે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઇ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશભરમાં ઉજવણીનો માહોલ છવાયો છે. ઠેર ઠેર અને ગામે ગામે લોકો રામ ભક્તિમાં ડુબ્યા છે,
2/7

ગુજરાતના મંદિરોમાં પણ આજે રામ નામના નારાઓથી ગુંજી ઉઠ્યા છે, હાલમાં જ સમાચાર સામે આવ્યા છે,
3/7

તે પ્રમાણે, સારંગપુરના કષ્ટભંજન દેવ દાદા હનુમાનજી મંદિરમાં આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.
4/7

કષ્ટભંજન દાદાને આજે વિશેષ શણગારની સાથે અયોધ્યા મંદિરની વૂડન પ્રતિકૃતિ મુકવામાં આવી છે, જે આકર્ષણનું કેન્દ્ર બની છે, આ વૂડન પ્રતિકૃતિ 6*10 ફૂટની છે.
5/7

આજે વહેલી સવારે સારંગપુર હનુમાનજી મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આજે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે,
6/7

ત્યારે “શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ” નિમિત્તે આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય શણગાર સાથે અયોધ્યા શ્રીરામ મંદિરની ઝાંખી કરવામાં આવી છે. "જય જય શ્રી રામ"ના નાદ સાથે ભક્તોનો મંદિર પરિસરમાં જોરદાર જયઘોષ ગુંજી ઉઠ્યો હતો,
7/7

ખાસ વાત છે કે આજે મંદિરમાં વિશેષ રીતે 6 * 10 ફૂટની શ્રી રામ મંદિરની વૂડન પ્રતિકૃતિ મૂકવામાં પણ આવી છે. મંદિરને ડેકોરેશન કરી ફૂલોથી શણગારીને પટાંગણમાં રંગોળી પુરવામાં આવી છે, આ ઉપરાંત 1 હજારથી વધુ કેસરી કલરના ભગવા ધ્વજ સાથે સમગ્ર પરિસર સુશોભિત પણ કરવામાં આવ્યુ છે.
Published at : 22 Jan 2024 01:30 PM (IST)
Tags :
Ayodhya Ram Mandir Ayodhya Ayodhya Mandir Ram Mandir News Ayodhya News Ram Mandir PM Narendra Modi PM Yogi Adityanath Security Ram Mandir Ayodhya Ayodhya Video PM Narendra Modi Ayodhya Security Ayodhya Dham Ayodhya Railway Station Ayodhya Dham Railway Station Maharishi Valmiki International Airport PM News Historic Moment Maharishi Valmiki Ram Janmbhoomi Ram Mandir Udghatan 2024 Ram Lala Pran Pratishtha 2024 Ram Mandir Securityવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગાંધીનગર
અમદાવાદ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
