શોધખોળ કરો
Rain: દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી જળપ્રલય , અનેક ગામોમાં ઘરોમાં ઘૂસ્યા પાણી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાડા આઠ ઈંચથી વરસાદ ખાબકતા ખંભાળિયા જળબંબાકાર થયો હતો.
દ્વારકા જિલ્લામા ધોધમાર વરસાદ વરસ્યો હતો
1/7

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાડા આઠ ઈંચથી વરસાદ ખાબકતા ખંભાળિયા જળબંબાકાર થયો હતો.
2/7

ખંભાળિયાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર થયા હતા. ખંભાળિયા તાલુકા જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ખંભાળિયા તાલુકાની તમામ નદી-નાળા છલકાયા હતા.
3/7

દ્વારકા તાલુકાના ચરકલા ગામે વરસાદના પાણી ઘૂસ્યા હતા. જીજી વારી ડેમ અને વરસાદના પાણી ગામમાં ઘૂસ્યા હતા. ચરકલાથી દ્વારકા જતા માર્ગ પર અનેક વાહનો ફસાયા હતા. જામદેવળીયા, દાંતા, ગુરગઢ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
4/7

દ્વારકાના કલેક્ટરે કહ્યું હતું કે જિલ્લામાં જાનહાનુના કોઈ સમાચાર નથી. હજુ પણ દ્વારકા માટે ભારે વરસાદની આગાહી છે. દ્વારકા જિલ્લા અને ન.પા પ્રશાસન એલર્ટ છે. દ્વારકા જિલ્લાના નાના ડેમો ભરાયા હતા.
5/7

તેમણે કહ્યું કે નદીના વિસ્તારમાં અવરજવર ન કરવાની સૂચના આપી હતી. જિલ્લાના નવ ગ્રામ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ખંભાળીયાના માધુપુર ગામમાં સાની નદી બે કાંઠે વહેતી થઇ હતી. સાની નદીના પાણી આસપાસના ખેતરોમાં ઘૂસ્યા હતા.
6/7

દેવભૂમિ દ્વારકાના જામદેવળીયા ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી જામદેવળીયાના ખેતરો બેટમાં ફેરવાયા હતા ખંભાળીયાના દાંતા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
7/7

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સોઢાણા પુલ પર પાણી વહેતા પોરબંદર-ખંભાળીયા હાઈવે બંધ થયો હતો. રાવલ ગામ નજીક વર્તુ-2 ડેમના પાણી ફરી વળ્યા હતા. વર્તુ-2 ડેમના પાંચ દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા હતા.
Published at : 21 Jul 2023 03:06 PM (IST)
આગળ જુઓ
Advertisement





















