કોરોનાની મહામારીમાં જાતને સ્વસ્થ રાખવા માટે ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોન્ગ હોવી જરૂરી છે. ઇમ્યૂન સિસ્ટમને મજબૂત રાખવાનો આધાર આપણી જીવન શૈલી અને આહાર શૈલી પર છે. જો ડાયટમાં લીલા શાકભાજીને સામેલ કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઇ શકે છે. તો કયું શાક ઇમ્યૂન સિસ્ટમને વધુ મજબૂત બનાવે છે જાણીએ....
2/7
ઉનાળની સિઝનમાં ભીંડાનું સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી ગણાય છે. ભીંડામાં અને પોષકતત્વોનો સ્ત્રોત છે. ભીંડા મિનરલ અને વિટામીનથી ભરપૂર છે. કે ભીંડા રોગપ્રતિકારક શક્તિને વઘારે છે.
3/7
ભીંડા ઇમ્યૂન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. ઉપરાંત તે ઇન્ફેકશનથી પણ શરીરનું રક્ષણ કરે છે. પેટસંબંધિત બીમારીમાં પણ ભીંડા ઉપકારક છે.
4/7
ભીંડામાં વિટામીન સી અને બિટા કેરોટીન તેમજ વિટામીન એથી ભરપૂર માત્રમાં હોવાથી તે સ્કિનને ગ્લોઇંગ રાખીને તરોતાજા રાખે છે. વધતી ઉંમરે થતી સ્કિન ડેમેજની પ્રક્રિયાને ધીમી બનાવે છે.
5/7
ભીડામાં બીટા કેરોટીન હોવાથી તે આંખની રોશન માટે પણ ઉપકારક છે. આંખો સાથે જોડાયેલી કેટલીક સમસ્યામાં પણ ભીંડાનું સેવન ફાયદાકારક છે.
6/7
વજન ઓછું કરવા ઇચ્છતી માટે પણ ભીંડાનું સેવન ઉત્તમ છે. ભીંડા ફાઇબર, કાર્બ્સથી ભરપૂર હોવાથી તેમજ તેમાં એન્ટી ઓબેસેટી ગુણ હોવાથી તે વજન ઉતારવામાં પણ કારગર સાબિત થાય છે.
7/7
ભીંડા પાચન શક્તિને સુધારવાનું કામ કરે છે. પેટ સંબંધિત સમસ્યામાં ભીંડા ઔષધનું કામ કરે છે.ભીંડા ફાઇબરથી ભરપૂર હોવાથી પેટની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. ભીંડાના સેવનથી પાચનશક્તિ મજબૂત બને છે.