બોલિવૂડ અભિનેતા મોહન કપૂરે ખુદ ઇન્ટરનેશનલ બિઝનેશ ટાઇમ્સ સાથે વાત કરતા જણાવ્યું હતું. કે, તે જીવિત છે અને સંપૂર્ણ સ્વસ્થ છે. આ રીતે ફેક્ટ ચેક કરતા સોશિયલ મીડિયા અને પોર્ટલ પર વાયરલ થયેલી ખબર ખોટી સાબિત થઇ છે. મોહન કપૂરે જેમનું અકસ્માતમાં નિધન થયું છે તેમના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરતા શોક વ્યક્ત કર્યો હતો.
2/4
નોંધનિય છે કે, થોડા દિવસ પહેલા કોઇ ન્યૂઝ પોર્ટલ પર બોલિવૂડ એક્ટરના નિધનના સમાચાર આવ્યાં હતા. જેમાં લખ્યું હતું કે, “લુધિયાનામાં રહેનાર અભિનેતા મોહન કપૂરનું ચંદીગઢમાં નિધન થઇ ગયું છે. પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ તે તેમના મિત્ર રવિન્દ્ર સાથે જઇ રહ્યાં હતા અને તેમની કાર બેકાબૂ થતાં ઝાડ સાથે ટકરાતા મોહન કપૂર ઘાયલ થઇ ગયા હતા. હોસ્પિટલમાં પહોંચ્યાં બાદ હોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યાં હતા”
3/4
જો કે હકીકત એ છે કે, મોહન કપૂરનું નિધન નથી થયું તે બિલકુલ સ્વસ્થ છે. તેમના નિધનની અફવા ફેલાયા બાદ તેમણે ઇન્ટરનેશનલ ટાઇમ્સ બિઝનેસમાં આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી.
4/4
હાલ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના કારણે સેલેબ્સ સોશિયલ મીડિયામાં સતત તેમના અભિપ્રાય રજૂ કરી રહ્યાં છે. ઇન્ટરનેશનલ સેલેબ્સે આ મુદ્દે ટવિટ કરતા આ મુદ્દો સોશિયલ મીડિયા પર વધુ ગરમાયો છે અને સેલેબ્સ સતત તેમની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આ દરમિયાન મોહન કપૂરના નિધનના સમાચાર પણ વહેતા થયા હતા. તો મોહન કપૂરના નિધન પર કોઇ બોલિવૂડ સેલેબ્સે શોક પ્રગટ ન કર્યો તે પણ ખૂબ જ આશ્ચર્યજનક વાત નથી ?