મસાલેદાર ફૂડ- કોરોના દર્દીઓને શરદી, તાવ અને ફ્લૂના ઇન્ફેક્શનના કારણે મસાલેદાર ફૂડ છોડવુ જરૂરી છે. આનાથી ગળામાં જલન પેદા થાય છે. ગળામા સોજો, છાતીમાં દુઃખાવો અને સાઇનસને મસાલેદાર ફૂડ વધારે ઝડપથી અસર કરે છે. (પ્રતિકાત્મક તસવીર)
2/7
સોડા ડ્રિંક્સ- સોડા ડ઼્રિંક્સનુ વધારે પડતુ સેવન શરીરમા સોજો વધારે છે, સુગરની માત્રા વધારે હોવાથી કોરોના દર્દીઓની રિક્વરીને અસર કરે છે. આ કારણે જલ્દી રિક્વરી માટે કાર્બોનેટેડ ડ્રિંક્સ અને સોડાને છોડવાની સલાહ જ ભલાઇ છે. (પ્રતિકાત્મક તસવીર)
3/7
તળેલા ફૂડ- તળેલા ફૂડમાં ફેટની માત્રા વધારે હોય છે, જેથી દર્દીની ઇમ્યૂન સિસ્ટમને અસર કરે છે. આ ફૂડ દર્દીના આંતરડાના માઇક્રોબાયોમને અસર કરે છે, અને પછી પાચન શક્તિને દબાવી દે છે, અને કૉલેસ્ટ્રૉલને વધારે છે, એટલે તળેલા ફૂડ ના ખાવા જોઇએ. (પ્રતિકાત્મક તસવીર)
4/7
રેડ મીટ- કોરોના વાયરસ સંક્રમિત દર્દીને લાલ મીટ ના ખાવુ જોઇએ, આમાં રહેલા સેચુરેટેડ ફેટની માત્રા વધુ હોય છે, જે સોજો વધારે છે. આની જગ્યાએ પ્રૉટીન માટે દાળો અને ફળોનુ સેવન કરવુ વધારે યોગ્ય રહેશે. (પ્રતિકાત્મક તસવીર)
5/7
પ્રૉસેસ્ડ અને ફાસ્ટ ફૂડ- કોરોના વાયરસથી પીડિત વ્યક્તિએ બજારમાં મળતા ફૂડથી દુર રહેવુ જોઇએ, સોડિયમ, શુગર અને સંરક્ષક વાળા ફૂડ સોજો વધારે છે. કોરોના વાયરસ સંક્રમિત થાય તે સમયે બટાટાની ચિપ્સ, પ્રૉસેસ્ડ અને પેક કરેલી ફૂડ સામગ્રી ના ખાવી જોઇએ. (પ્રતિકાત્મક તસવીર)
6/7
અમેરિકાના સેન્ટર ફૉર ડિજીજ એન્ડ પ્રિવેન્શન અનુસાર બિમાર થાય ત્યારે વિટામીનથી ભરપૂર ફૂડનો ઉપયોગ કરવો જોઇએ, ખાસ કરીને વિટામીન ડી, સી અને ઝિંક ઝડપથી રિક્વરી લાવવામાં મદદ કરે છે. (પ્રતિકાત્મક તસવીર)
7/7
નવી દિલ્હીઃ હાલમાં દુનિયાભરમાં કોરોના વાયરસનો કેર વર્તાઇ રહ્યો છે. મોટાભાગના દેશોમાં સંક્રમિત દર્દીઓની સખ્યા દિવસે દિવસે વધી રહી છે. જ્યારે કોઇ વાયરસથી સંક્રમિત થાય ત્યારે કેટલીક વસ્તુઓ છોડી દેવાથી ફટાફટ રિક્વરી આવી જાય છે. (પ્રતિકાત્મક તસવીર)