કોરોનાથી રિકવર થયા બાદ હાર્ટ અટેકથી મૃત્યુ થવાના કેસ કોવિડની બીજી લહેરમાં વધી ગયા છે. જો આપ કોવિડથી રિકવર થઇ ગયા હો અને રિકવરી બાદ જો આવા લક્ષણો દેખાય તો તેને નજર અંદાજ ન કરશો. કોવિડ બાદ લાંબા સમય સુધી નબળાઇ લાગે તો એ નબળા હાર્ટના સંકેત આપે છે.
2/5
પોસ્ટ કોવિડના લક્ષણોને પણ હળવાશથી ન લેવા જોઇએ. જો કોવિડ બાદ અચાનક આપના હાર્ટ બીટ વધી જતાં હોય, ક્યારેક-ક્યારેક છાતીમાં દુખાવો થતો હોય અથવા તો લાંબા સમય સુધી નબળાઇ અનુભવાતી હોય તો આ લક્ષણોને નજરઅંદાજ ન કરવા અને આ મામલે ડોક્ટરની સલાહ લેવી
3/5
ડોક્ટર્સનું કહેવું છે કે, કોરોના વાયરસ આપના ફેફસાં,હાર્ટ, માંસપેશી, અને આંતરડાને પણ પ્રભાવિત કરી શકે છે. તેથી પોસ્ટ કોવિડના લક્ષણોને ક્યારેય નજર અંદાજ ન કરવા જોઇએ. સામાન્ય રીતે હાર્ટ બીટ 60થી 100ની વચ્ચે હોય છે. જો તેનાથી ઓછુી કે વધુ હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
4/5
હૃદય આખા શરીરમાં રક્તસંચાર કરે છે. જ્યારે હાર્ટ કમજોર હોય તો આ કાર્યમાં તે વધુ સમય લે છે. જેના કારણે શરીરમાં નબળાઇ અનુભવાય છે.આ સ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી જોઇએ. આ સિવાય જો છાતીમાં બળતરા. ભીંસ આવવી, બેચેની લાગવી. છાતીમાં દુખાવો થવો વગેરે લક્ષણ હાર્ટ અટેકના સંકેત પણ હોઇ શકે છે. જો આવા લક્ષણો દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવામાં વિલંબ ન કરવો
5/5
કોરોના બાદ પણ થોડા દિવસ ઓક્સિજન લેવલ ચેક કરતાં રહેવું કેટલીક વખત કોરોના વાયરસની ઇફેક્ટ આપણા શરીર પર પણ પડે છે. દિલ પર દબાણ આવવવાની અસર શ્વસન ક્રિયા પર પડે છે. આ સ્થિતિમાં ઓક્સિજન લેવલ ઓછું થઇ જાય છે.