શોધખોળ કરો
In Pics: શું તમે JCB મશીનથી ભોજન તૈયાર થતાં જોયું છે? આ તસવીરો જોઈને તમે પણ દંગ રહી જશો
Madhya Pradesh: દર વર્ષે બિજયરામ ધામ રઘુનાથ મંદિરમાં સનાતન ધર્મ મહા સમાગમનો સાત દિવસીય કાર્યક્રમ યોજાય છે. આ મેળામાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચે તેવી અપેક્ષા છે.
જેસીબી મશીનથી ભોજન બનાવવામાં આવ્યું
1/9

થોડા દિવસો પહેલા જેસીબી વડે ખોદકામ કરતી વખતે વિડીયો સોશ્યિલ મીડિયા પર મીમ તરીકે વાયરલ થયો હતો. આવી સ્થિતિમાં, વિજય રામધામ રઘુનાથ મંદિરમાં પ્રસાદ બનાવવા માટે આવા મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
2/9

આમાં એક એવો ફોટો જોવા મળ્યો છે જેને જોઈને તમે ચોંકી જશો. અહીં શાકભાજી અને ખીર કાઢવા માટે જેસીબીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
3/9

આટલું જ નહીં, અહીં માલપુઆના બેટર બનાવવા માટે મિક્સર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેનો ઉપયોગ સામાન્ય રીતે કોઈપણ બાંધકામમાં થાય છે.
4/9

આ સિવાય તમે કણક ભેળવવા માટે આવું મશીન નહીં જોયું હોય, અહીં લોટ ભેળવા માટે એક મોટું મશીન મંગાવવામાં આવ્યું હતું.
5/9

આ બધી વાનગીઓ બનાવવા માટે 500 થી વધુ કંદોઈ અહીં રોકાયેલા છે. આ સમગ્ર કાર્યક્રમ 100 વીઘાથી વધુ જમીનમાં કરવામાં આવી રહ્યો છે.
6/9

અહીં દરરોજ 1 લાખથી વધુ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ વાનગીઓ બનાવવા માટે 40 થી વધુ ભઠ્ઠીઓ તૈયાર કરવામાં આવી છે.
7/9

7 દિવસમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અહીં પહોંચશે તેવો અંદાજ છે. આમાં સ્ત્રી-પુરુષ અલગ-અલગ બેસીને અન્નકૂટ લે છે.
8/9

અહીં બૂંદી બનાવવા માટે મોટા પાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખીર અને બૂંદી માટે દરરોજ 50 ક્વિન્ટલ ખાંડનો ઉપયોગ થાય છે.
9/9

જેસીબીની આવી આર્ટવર્ક તમે ભાગ્યે જ ક્યાંય જોઈ હશે. અહીં જેસીબી દ્વારા શાકભાજી ટ્રેક્ટર ટ્રોલીમાં રાખવામાં આવી રહી છે.
Published at : 03 Feb 2023 06:32 AM (IST)
આગળ જુઓ
Advertisement





















