શોધખોળ કરો
Kashi Vishwanath Corridor Images: કાશી વિશ્વનાથ કૉરીડોર બનાવનારા શ્રમિકો સાથે PM Modi એ કર્યું ભોજપ, સામે આવી તસવીરો
1/4
![વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું. આ ખાસ અવસર પર પીએમએ કોરિડોરના નિર્માણ સાથે જોડાયેલા શ્રમિકો સાથે ભોજન પણ લીધું હતું. પીએમની ઘણી તસવીરો સામે આવી છે, જેમાં તેઓ શ્રમિકો વચ્ચે બેસીને ભોજન કરતા જોવા મળી રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું. આ ખાસ અવસર પર પીએમએ કોરિડોરના નિર્માણ સાથે જોડાયેલા શ્રમિકો સાથે ભોજન પણ લીધું હતું. પીએમની ઘણી તસવીરો સામે આવી છે, જેમાં તેઓ શ્રમિકો વચ્ચે બેસીને ભોજન કરતા જોવા મળી રહ્યા છે.
2/4
![આજે PMએ કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું. અગાઉ તેમણે શ્રમિકોનો આભાર પણ માન્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું,](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આજે PMએ કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું. અગાઉ તેમણે શ્રમિકોનો આભાર પણ માન્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, "આજે હું આ ભવ્ય સંકુલના નિર્માણ માટે કામ કરી રહેલા દરેક મજૂરોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. તેમના કારણે જ આ શક્ય બન્યું છે. કામ કરતા મજૂરોએ કોવિડ દરમિયાન પણ અવિરત કામ કર્યું છે.
3/4
![પીએમ મોદીની થાળીમાં રોટલી, ભાત, ત્રણથી ચાર પ્રકારના શાક અને દાળ જોવા મળ્યા હતા. શ્રમિકોએ પણ એ જ ભોજન લીધુ હતું. તેમની પ્લેટમાં પણ આ સમાન ભોજન જોવા મળ્યું હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પીએમ મોદીની થાળીમાં રોટલી, ભાત, ત્રણથી ચાર પ્રકારના શાક અને દાળ જોવા મળ્યા હતા. શ્રમિકોએ પણ એ જ ભોજન લીધુ હતું. તેમની પ્લેટમાં પણ આ સમાન ભોજન જોવા મળ્યું હતું.
4/4
![ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનું ભારત માત્ર અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર નથી બનાવી રહ્યું પરંતુ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ પણ બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે આજનું ભારત માત્ર બાબા વિશ્વનાથ ધામને ભવ્ય રૂપ જ નથી આપી રહ્યું પરંતુ ગરીબો માટે કરોડો પાકાં મકાનો પણ બનાવી રહ્યું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનું ભારત માત્ર અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર નથી બનાવી રહ્યું પરંતુ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ પણ બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે આજનું ભારત માત્ર બાબા વિશ્વનાથ ધામને ભવ્ય રૂપ જ નથી આપી રહ્યું પરંતુ ગરીબો માટે કરોડો પાકાં મકાનો પણ બનાવી રહ્યું છે.
Published at : 13 Dec 2021 05:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)