શોધખોળ કરો
Weather Update: વરસાદ અને હિમવર્ષા ભુક્કા બોલાવી દેશે, ધુમ્મસથી મુશ્કેલી પડશે,જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Weather Update: હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં દેશના કેટલાક ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ સિવાય બે-ત્રણ રાજ્યોમાં ગાઢ ધુમ્મસની શક્યતા છે.
વરસાદ અને હિમવર્ષા ભુક્કા બોલાવી દેશે, ધુમ્મસથી મુશ્કેલી પડશે
1/5

દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદની આગાહી કરી છે.
2/5

IMD અનુસાર, 2-3 ફેબ્રુઆરીએ સવારે પંજાબ, હરિયાણા-ચંદીગઢના કેટલાક ભાગોમાં ખૂબ ગાઢ ધુમ્મસની સંભાવના છે. 2 ફેબ્રુઆરીની સવારે ઉત્તર પ્રદેશના જુદા જુદા ભાગોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની સંભાવના છે.
3/5

પશ્ચિમ રાજસ્થાનમાં 3 ફેબ્રુઆરીએ અને પૂર્વી રાજસ્થાનમાં 4 ફેબ્રુઆરીએ હળવા કરા પડવાની શક્યતા છે. 2 ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે.
4/5

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં એક-બે સ્થળોએ 3 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન સારો વરસાદ થઈ શકે છે.
5/5

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં હળવા કરા પડવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાનના જોધપુર, બકાનેર, જયપુર અને ભરતપુરમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
Published at : 02 Feb 2024 06:40 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
ગેજેટ




















