મુલાયમ સિંહ યાદવ 82 વર્ષના થઈ ગયા છે. ઈટાવાના સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા મુલાયમ સિંહ યાદવે ભારતયી રાજનીતિમાં પોતાનું એક એલગ નામ બનાવ્યું છે. મુલાયમ સિંહ યાદવે પોતાના રાજકીય કારકિર્દીમાં કેટલાક રેકોર્ડ બનાવ્યા છે જે કોઈ નથી તોડી શક્યું.
2/5
મુલાયમ સિંહ યાદવ ઉત્તર પ્રદેશના ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા. એકવાર તેમણે પોતાના પુત્ર અખિલેશ યાદવને યુપીના સીએમ બનાવ્યા.
3/5
મુલાયમ સિંહ યાદવ કેન્દ્રમાં રક્ષા મંત્રી પણ રહી ચૂક્યા છે. મુલાયમ ત્રણેય ગૃહો લોકસભા, વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય રહી ચૂક્યા છે.
4/5
સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ કુલ 8 વખત વિધાનસભા ચૂંટણી જીત્યા અને ધારાસભ્ય બન્યા. એકવાર તેઓ વિધાન પરિષદના સભ્ય પણ બન્યા.
5/5
55 વર્ષની રાજકીય કારકિર્દીમાં માત્ર મુલાયમ સિંહ યાદવ જ 9 વખત ધારાસભ્ય અને સાત વખત સાંસદ બની શક્યા છે.