નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે સવારે ગુરુદ્વારા શ્રી શીશગંજ સાહિબ (Sheesh Ganj Sahib Gurudwara) પહોંચ્યા હતા અને ત્યાં માથું ટેકવ્યું હતું. અહીં વડાપ્રધાન મોદીએ પ્રાર્થના કરી હતી અને થોડો સમય ત્યાં જ વિતાવ્યો હતો. વડાપ્રધાન મોદી અચાનક જ ગુરુદ્વારા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે કોઈ વિશેષ સુરક્ષા ન હતી. એટલું જ નહીં, કોઈ વિશેષ સુરક્ષા માર્ગ વગર જ ગુરુદ્વારા પહોંચ્યા હતા. પીએમ મોદીએ અહીં પ્રાર્થના બાદ પ્રસાદ પણ લીધો હતો. આગળ જુઓ તસવીરો....
2/4
મોદીએ અન્ય એક ટ્વીટમાં કહ્યું કે શ્રી ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વના અસરે હું તેમને નમન કરું છું.
3/4
પ્રધાનમંત્રી ગત વર્ષ ગુરુ તેગ બહાદુરની પુણ્યતિથિ પર દિલ્હીમાં સ્થિત ગુરુદ્વારા રકાબગંજ અચાનક જ પહોંચી ગયા હતા અને સર્વોચ્ચ બલિદાન આપનારા ગુરુ તેગ બહાદુરને શ્રદ્ધાંજલિ આપી હતી.
4/4
પીએમ મોદીએ કેટલીક તસવીરો ટ્વીટ કરી છે જેમાં તેઓ માથું ટેકતા જોવા મળે છે.