શોધખોળ કરો
(Source: ECI | ABP NEWS)
Tejashwi Yadav Wedding: તેજસ્વી યાદવે દિલ્હીમાં સગાઈ બાદ કર્યા લગ્ન, પરિવારના સભ્યો રહ્યા હાજર,જુઓ તસવીરો
1/6

Tejashwi Yadav Wedding: પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના નાના પુત્ર અને બિહારમાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે ગુરુવારે દિલ્હીમાં સગાઈ કરી લીધી છે. આ પછી સાત ફેરા લઈ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. આ દરમિયાન તેમના પરિવારના સભ્યો સિવાય રાજકારણના લોકો પણ જોડાયા હતા.
2/6

જાણકારી મુજબ, તેજસ્વી યાદવના પત્નીએ બે વર્ષ પહેલા ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.
3/6

લાલુ પ્રસાદની તબિયત સતત ખરાબ છે. આવી સ્થિતિમાં તે પણ ઈચ્છતા હતા કે તેજસ્વીના જલ્દી લગ્ન થાય. કર્મૂતા શરૂ થાય તે પહેલા પરિવાર સગાઈ અને લગ્ન કરવા ઈચ્છતા હતા. કર્મૂતા 15 ડિસેમ્બરથી શરૂ થશે અને 14 જાન્યુઆરી સુધી ચાલશે. આવી સ્થિતિમાં સગાઈ બાદ લગ્ન પણ દિલ્હીમાં કરવામાં આવ્યા છે.
4/6

તેજસ્વી યાદવ અને તેમની પત્નીની સાથે મોટા ભાઈ તેજ પ્રતાપ યાદવની પણ તસવીરો સામે આવી છે. એક તસવીરમાં તેજસ્વી યાદવની પત્ની તેજ પ્રતાપ યાદવને પગે લાગી આર્શીવાદ મેળવે છે તે તસવીરમાં જોવા મળે છે.
5/6

તેજસ્વી યાદવ બિહારમાં વિપક્ષના નેતા અને રાઘોપુર સીટના ધારાસભ્ય છે. તેઓ 2015 થી 2017 સુધી બિહારના નાયબ મુખ્યમંત્રી હતા. લાલુ પ્રસાદની ગેરહાજરીમાં તેજસ્વી યાદવે પાર્ટી સંભાળી હતી.
6/6

તેજસ્વી યાદવ તેના 9 ભાઈ-બહેનોમાં સૌથી નાના છે. તેની ઉંમર 32 વર્ષની છે. તેજસ્વી સિવાય બાકીના બધા ભાઈ-બહેનના લગ્ન થઈ ગયા હતા.
Published at : 09 Dec 2021 06:29 PM (IST)
આગળ જુઓ
Advertisement





















