શોધખોળ કરો
Nepal Plane Crash: નેપાળ પ્લેન ક્રેશમાં 72ના મોત, વિમાને કાઠમંડુથી પોખરા માટે ભરી હતી ઉડાન ભરી, જુઓ PHOTOS
રવિવારે નેપાળના પોખરામાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી હતી. આ વિમાનમાં 68 મુસાફરો હતા.

Nepal Plane Crash
1/5

રવિવારે નેપાળના પોખરામાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી હતી. આ વિમાનમાં 68 મુસાફરો હતા. નેપાળ આર્મી, આર્મ્ડ પોલીસ, નેપાળ પોલીસ તેમજ સ્થાનિક નાગરિકો બચાવ કામગીરીમાં લાગેલા છે.
2/5

કાઠમંડુ પોસ્ટ અનુસાર યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ કહ્યું છે કે વિમાનમાં 68 મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા. આ અકસ્માત દિવસના 11.10 વાગ્યે થયો હતો. આ પ્લેન પોખરા ખીણમાં સેતી નદીણી ખીણમાં પડી ગયું હતું.
3/5

મળતી માહિતી મુજબ, યેતી એરલાઈન્સના ATR-72 વિમાને કાઠમંડુથી પોખરા માટે ઉડાન ભરી હતી. આ 72 સીટર એરક્રાફ્ટમાં 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર્સ એટલે કે કુલ 72 લોકો હતા.
4/5

આ પ્લેન પોખરા પહોંચ્યું હતું ત્યારે અચાનક ક્રેશ થઈ ગયું. નેપાળી મીડિયા અનુસાર, આ અકસ્માત પોખરાના જૂના ડોમેસ્ટિક એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે થયો હતો.
5/5

4 ક્રૂ મેમ્બર સહિત તમામ 72 મુસાફરોના મોત થયા છે. તેમના મૃતદેહો મળી આવ્યા છે. જેમાં 5 ભારતીય મુસાફરોનો પણ સમાવેશ થાય છે
Published at : 15 Jan 2023 02:39 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
