શોધખોળ કરો
Rajkot Game Zone Fire: રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની આ તસવીરો જોઈ હચમચી જશો
રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 26 લોકોના મોત થયા છે. આ અગ્નિકાંડે સમગ્ર રાજકોટ શહેરને હચમચાવી નાખ્યું છે.

રાજકોટ ગેમઝોનમાં આગ
1/8

રાજકોટ: રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 26 લોકોના મોત થયા છે. આ અગ્નિકાંડે સમગ્ર રાજકોટ શહેરને હચમચાવી નાખ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 26 મૃતદેહ પહોંચ્યા છે.
2/8

ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે પાંચ કિલોમીટર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે. ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.
3/8

ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો. 108ના કર્મચારીઓ દ્વારા લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
4/8

હાલ તો સોશિયલ મીડિયામાં આ આગની ઘટનાના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં વિકરાળ આગ જોવા મળી રહી છે.
5/8

આ અગ્નિકાંડને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. TRP ગેમઝોન ફાયર NOC વિના જ ચાલતો હોવાની માહિતી સામે આવી છે.
6/8

રાજ્ય સરકાર દ્વારા આ ઘટનાને લઈ એસઆઈટીની રચના કરી છે.
7/8

રાજકોટ અગ્નિકાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે. આ મામલે પોલીસે 4 લોકોની અટકાયત કરી છે.
8/8

રાજ્ય સરકારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મૃતકોના પરિવારને 4 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. FSLની ટીમ ઘટનાસ્થળે તપાસ કરવા પહોંચી છે.
Published at : 25 May 2024 11:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
