શોધખોળ કરો
Rajkot News: રાજકોટમાં લગ્નનાં ફુલેકામાં રૂપિયાનો વરસાદ, 200 કિલો ઘરેણા પહેરીને રમ્યા રાસ ગરબા
રાજકોટના રાજમાર્ગો પર ઘનશ્યામભાઈના પુત્રનું રજવાડી ફુલેકુ નીકળ્યું હતું. પરંપરાગત વસ્ત્રો અને શસ્ત્રોનો પણ શણગાર જોવા મળ્યો હતો.
રાજકોટમાં લગ્નનાં ફુલેકામાં રૂપિયાનો વરસાદ
1/6

Rajkot News: રાજકોટમા આહીર સમાજના અગ્રણી ઘનશ્યામભાઈ હેરભા ના સુપુત્રના ઝાઝરમાન લગ્ન જોવા મળ્યા હતા. રાજકોટના રાજમાર્ગો પરથી રજવાડી ફુલેકું નીકળ્યું હતું.
2/6

ફુલેકામાં કાઠીયાવાડી પરંપરાગત સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી. આહીર સમાજના ઝાઝરમાંન લગ્નમાં મહિલાઓનાં પરંપરાગત વસ્ત્રની સાથે શાસ્ત્રોનો પણ શણગાર પણ જોવા મળ્યો હતો.
3/6

આહીર સમાજની મહિલાઓએ લગ્ન સમારંભમાં કમરે રિવોલ્વર ટીંગાડી હતી. મહિલાઓ અને પુરુષો પરંપરાગત પહેરવેશમાં અંદાજીત 200 કિલો ઘરેણાં સાથે રાસ રમ્યા હતા.
4/6

આહીર સમાજની મહિલાઓએ પરંપરાગત વસ્ત્રોમાં રાસ લીધા હતા. ફૂલેકમાં બોમ્બેથી 150થી વધુ ઢોલ, નગારા સાથે ધોડા અને બગીઓ સાથે રજવાડી ફુલેકું નીકળ્યું હતું.
5/6

ઘનશ્યામભાઈ મેરામભાઇ હેરભાનાં સુપુત્ર સત્યજીતનાં ફુલેકામાં લાખો રૂપિયા ઢોલી પર ઉડયા હતા.
6/6

સૌરાષ્ટ્ર ભરમાથી આહિર સમાજના અગ્રણીઓ અને અન્ય સમાજના આગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
Published at : 08 Dec 2023 09:26 AM (IST)
આગળ જુઓ
Advertisement




















