શોધખોળ કરો
Rajkot: કોઠારીયા રોડ બન્યો મગરની પીઠને પણ શરમાવે તેવો, વાહનોની થઈ આવી હાલત, જુઓ તસવીરો
રાજકોટમાં વરસાદ બાદ રોડ રસ્તા બન્યા ખખડધજ
1/7

રાજકોટના કોઠારીયા રોડમાં અનેક વિસ્તારોમાં મસમોટા ખાડા પડ્યા છે. જેની વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારના મોટાભાગના રોડ પર ચાલવું મુશ્કેલ બન્યું છે.
2/7

વોર્ડ નંબર 18 માં મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા છે. રિદ્ધિ સિદ્ધિના નાળાથી સ્વાતિ પાર્ક સુધીનો રસ્તો બિસ્માર બન્યો છે. વરસાદ પડે ત્યારે અનેક વાહનો ફસાઈ જાય છે.
3/7

આ વિસ્તારમાં નાની મોટી 70 થી વધુ સોસાયટીઓ આવેલી છે. ખાડામાં દરરોજ અનેક લોકો પડે અને ગંભીર પ્રકારની ઇજાઓ થાય છે.
4/7

કોઠારીયા ગામનો શહેરમાં સમાવેશ થયો તેને સાત વર્ષ થયા છે છતાં સ્થિતિ હજુ ઠેરની ઠેર છે.
5/7

અહીં લાકડા ભરેલો ટ્રક ખાડામાં ફસાઈ ગયો હતો. ખાડાના કારણે એક સાઈડનો રોડ બંધ કરવામાં આવ્યો છે.
6/7

કોઠારિયા રોડ પર પડેલા ખાડામાંથી રીક્ષા પણ માંડ માંડ પસાર થઈ શકી હતી.
7/7

ભરાયેલા વરસાદી પાણી અને ખાડામાં રાંધણ ગેસ સિલિન્ડર લઈને જતો છકડો પણ ફસાઈ ગયો હતો.
Published at : 16 Jul 2022 02:06 PM (IST)
આગળ જુઓ
Advertisement