શોધખોળ કરો
રાજકોટ બન્યું અગનભઠ્ઠી! ૪૬.૨ ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ત્રાહિમામ, લૂ થી બચજો! ૪ જિલ્લામાં આજે અને આવતીકાલે હીટવેવનું યલો એલર્ટ
એપ્રિલ મહિનામાં રાજકોટ સતત ૪૦ ડિગ્રીથી ઉપર રહ્યું, અમદાવાદ-અમરેલીમાં પણ ૪૪ ડિગ્રી ગરમી, આગામી ૭ દિવસ તાપમાન ૪૦-૪૪ ડિગ્રી રહેવાની સંભાવના.
Rajkot heatwave update: ગુજરાતમાં ઉનાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે રાજકોટ શહેર આકરી ગરમીની ઝપેટમાં આવ્યું હતું. રાજકોટમાં આજે સિઝનનું સૌથી વધુ ૪૬.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા લોકો રીતસરના ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. કાળઝાળ ગરમી અને લૂના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા.
1/6

રાજકોટ માટે એપ્રિલ મહિનો અગનભઠ્ઠી જેવો સાબિત થયો છે. ૧લી એપ્રિલથી ૨૮મી એપ્રિલ સુધીના ૨૮ દિવસ દરમિયાન રાજકોટમાં ક્યારેય પણ ગરમીનો પારો ૪૦ ડિગ્રીથી નીચે ગયો નથી. આજે ૪૬.૨ ડિગ્રીના તાપમાન સાથે રાજકોટે ૯ એપ્રિલે નોંધાયેલા ૪૫.૨ ડિગ્રીના અગાઉના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે.
2/6

રાજકોટ ઉપરાંત, આજે રાજ્યના અન્ય શહેરોમાં પણ ભારે ગરમીનો અનુભવ થયો હતો. અમદાવાદ અને અમરેલીમાં ૪૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Published at : 28 Apr 2025 07:36 PM (IST)
આગળ જુઓ





















