શોધખોળ કરો
Surat: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાનો ભવ્ય રોડ શો, જંગી જનમેદની થઈ એકઠી, જુઓ તસવીરો
1/5

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ ખુલ્લી જીપમાં ભવ્ય રોડ શો કર્યો હતો. આપના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
2/5

સુરતઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. તમામ પક્ષો આ જંગ જીતવા પૂરી તાકાત લગાવી રહ્યાં છે. જો કે આ દરમિયાન આજે સુરતમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય રોડ શો કર્યો હતો.
3/5

આમ આદમી પાર્ટીનો આ ભવ્ય રોડ શો જોઈ ભાજપ-કૉંગ્રેસના નેતાઓની ઉંઘ ઉડી ગઈ છે.
4/5

સરથાણાથી રેલીનો પ્રારંભ થયો હતો અને વરાછા મીની બજાર સરદાર પ્રતિમા રેલી પહોંચી ત્યારે સરદારની પ્રતિમાને ફૂલહાર કરી ગરબે રમ્યા હતા. નાયબ મુખ્ય મંત્રી મનીષ સીસોદીયા અને ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઈટાલીયાનું ઠેર-ઠેર લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
5/5

સુરતમાં પ્રચાર દરમિયાન દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા પણ હાજર રહ્યા હતા. ભાજપના ગઢ ગણાતા અને પાટીદારોની મોટી સંખ્યા એવા વરાછામાં મનીષ સીસોદીયા ગરબે ઝૂમ્યા હતા.
Published at :
આગળ જુઓ





















