શોધખોળ કરો
Doswada Dam: ગાયકવાડ સમયનો તાપીનો ડોસાવાડા ડેમ છલકાયો, ડ્રૉન કેમેરાથી જુઓ નયનરમ્ય દ્રશ્યો...
તાપીમાં ધોધમાર વરસાદ, 112 વર્ષ જુનો ડોસાવાડા ડેમ ઓવરફ્લો થતાં ત્રણ તાલુકાના ખેડૂતોમાં ખુશી

(તસવીર- એબીપી લાઇવ)
1/7

Monsoon: મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ ધારદાર બેટિંગ કરી છે, એક જ દિવસમાં વરસાદે તાબહીના દ્રશ્યો સર્જયા છે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લાના બોરસદમાં ખાબક્યો છે.
2/7

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના ડેમો આવરફ્લો થયા છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, તાપીમાં જોરદાર વરસાદ ખાબકતા ડોસાવાડા ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ પેદા થયો છે.
3/7

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ખાબક્યો છે, અને હજુ પણ આગામી કલાકોમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
4/7

દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે, તાપીના સોનગઢ તાલુકા અને ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદથી સોનગઢનો ડોસાવાડા ડેમ ઓવરફ્લૉ થયો છે.
5/7

ખાસ વાત છે કે, મહારાજા ગાયકવાડ સમયમાં બનાવાયેલો એટલે કે 112 વર્ષ જૂનો આ ડોસાવાડા ડેમ ફરી એકવાર ઓવરફ્લૉ થતાં ખેડૂતોમાં આનંદ પ્રસર્યો છે.
6/7

ભારે વરસાદ પડતાં તાપીમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં નવા નીર આવ્યા છે, પાણીની આવક વધતાં મીંઢોળા નદી પર બનેલા ડોસાવાડા ડેમનું જળસ્તર સતત વધ્યુ છે, હાલમાં ડેમના નયનરમ્ય દ્રશ્યો ડ્રૉન કેમેરામાં કેદ થયા છે.
7/7

ડોસાવાડા ડેમ ઓવરફ્લૉ થતા આજુબાજુના ત્રણ તાલુકાના ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી પ્રસરી છે. વ્યારા, સોનગઢ અને વાલોડ તાલુકાના ખેડૂતો અને પશુપાલકો આ ડેમ ઓવરફ્લૉ થતાં ખુશ થયા છે. જોકે, બીજીબાજુ ડોસાવાડા ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા 12થી વધુ ગામને એલર્ટ પણ કરાયા છે.
Published at : 25 Jul 2024 01:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
