શોધખોળ કરો
In Photos: સુરતમાં 85 મીટરનો ટાવર 7 સેકંડમાં જ થયો ભોંય ભેગો
Surat News: સુરતમાં 85 મીટર ઉંચા આરસીસી કુલિંગ ટાવરને કંટ્રોલ બ્લાસ્ટ દ્વારા તોડી પાડવામાં આવ્યો.
સુરતમાં ટાવર તોડી પડાયો
1/7

આ ટાવર 30 વર્ષ જૂનો અને 70 મીટર પહોળો હતો. ડાયનામાઈટથી બ્લાસ્ટ કરીને ટાવર તોડી પાડવામાં આવ્યો.
2/7

બ્લાસ્ટ માટે 250 કિલો ટાયમાનાઈટનો વપરાશ કરવામાં આવ્યો. કંટ્રોલ બ્લાસ્ટિંહ ઇમ્પોઝન ટેકનિકથી બ્લાસ્ટ કરીને ટાવરને જમીનદોસ્ત કરાયો.
3/7

આ ટાવર 2017માં ભંગાર જાહેર કર્યા હતો. ટાવરને જમીન દોસ્ત થતાં માત્ર 7 સેકંડ લાગી હતી.
4/7

ઉતરાણ પાવર સ્ટેશનમાં 135 મેગાવોટના પ્લાન્ટને તોડવાની કામગીરી પાછલા બે વર્ષથી ચાલતી હતી, આ કામગીરીના ભાગરૂપે આજે કુલીંગ ટાવરને બ્લાસ્ટ કરી તોડી પડાયો.
5/7

બ્લાસ્ટિંગ સમય માત્ર 10 થી 15 સેકન્ડનો હતો, એટલે કે માત્ર 10 થી 15 સેકન્ડમાં આખો ટાવર કડડભૂસ થઈ ગયો.
6/7

આ કામગીરીના કારણે ટાવરની આસપાસના માત્ર 50 મીટરના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી હતી.
7/7

ટાવર તૂટતાં 5-10 મિનિટ માટે વંટોળિયા જેવું હવાનું દબાણ સર્જાયું હતું.
Published at : 21 Mar 2023 12:15 PM (IST)
આગળ જુઓ
Advertisement





















