શોધખોળ કરો
ઈઝરાયલે બનાવી નવી Arrow-4 ડિફેન્સ સિસ્ટમ, જાણો શું છે તેની તાકાત?
Arrow-4 Defence System: ઈઝરાયલે તેની એર ડિફેન્સ સિસ્ટમને વધુ મજબૂત બનાવી છે અને એરો-4 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ વિકસાવી છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Arrow-4 Defence System: ઈઝરાયલે તેની એર ડિફેન્સ સિસ્ટમને વધુ મજબૂત બનાવી છે અને એરો-4 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ વિકસાવી છે. ઈઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (IAI) ના વડા બોઝ લેવીએ પુષ્ટી કરી હતી કે આ અત્યાધુનિક સિસ્ટમ ટૂંક સમયમાં રાષ્ટ્રીય સુરક્ષા માળખાનો ભાગ બનશે. આ સિસ્ટમ અગાઉ વિકસિત એરો-૩ નું લેટેસ્ટ વર્ઝન છે, જે ટૂંકા અંતરે અત્યંત ચોકસાઈ સાથે દુશ્મન બેલિસ્ટિક મિસાઈલોને તોડી પાડવા માટે રચાયેલ છે.
2/6

એરો-4 સિસ્ટમની સૌથી ખાસ વાત તેની "શૂટ-લુક-શૂટ" કોન્સેપ્ટ છે. એટલે કે, જો મિસાઈલ પ્રથમ પ્રયાસમાં લક્ષ્યને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં સક્ષમ ન હોય તો સિસ્ટમ તરત જ પરિસ્થિતિનું ફરીથી મૂલ્યાંકન કરી શકે છે અને ચોકસાઈ સાથે ફરીથી હુમલો કરી શકે છે. આ નવી સિસ્ટમ આધુનિક વોરહેડ ટેકનોલોજી અને અત્યંત સંવેદનશીલ સીકર સિસ્ટમનો ઉપયોગ કરે છે, જે તેને હાઇપરસોનિક ગતિએ આવતી વધુ અદ્યતન બેલિસ્ટિક મિસાઈલોને રોકવામાં સક્ષમ બનાવે છે.
Published at : 18 Jul 2025 12:35 PM (IST)
આગળ જુઓ





















