શોધખોળ કરો
રાત્રે ચકમતા તારાઓ વચ્ચે સ્પેસમાંથી કેવું દેખાય છે ભારત, નાસાએ અવકાશમાંથી શેર કરી અદભૂત તસવીરો
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) દ્વારા X પર શેર કરાયેલી તસવીરોમાં જુઓ પૃથ્વીનો રાત્રિનો નજારો.
પૃથ્વી પર રહેતા લોકો માટે રાત્રિ આકાશમાં ચમકતા તારાઓ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. તારાઓથી ભરેલું આકાશ દરેકને મોહિત કરે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અવકાશમાંથી આપણી પૃથ્વી કેવી દેખાતી હશે? હવે આ સવાલનો જવાબ ખુદ નાસાએ આપ્યો છે.
1/4

હાલમાં જ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અવકાશમાંથી લેવામાં આવેલી પૃથ્વીની કેટલીક અદભૂત તસવીરો શેર કરવામાં આવી છે. ISS પરથી શેર કરવામાં આવેલી આ તસવીરો ખરેખર ખૂબ જ સુંદર છે. આમાંથી એક તસવીરમાં અવકાશમાંથી ભારતનો એક અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. જ્યારે અવકાશમાંથી ભારતને જોવામાં આવે છે, ત્યારે તે એવું લાગે છે કે જાણે આપણો દેશ તારાઓની એક ચાદરથી ઢંકાયેલો હોય.
2/4

ISS દ્વારા X પર આ તસવીરો શેર કરતી વખતે લખવામાં આવ્યું હતું કે, "જ્યારે તમે તારાઓની ઉપરથી નીચેની શહેરની લાઇટ્સ અને પૃથ્વીની ક્ષિતિજને આવરી લેતી વાતાવરણીય ચમક જોઈ શકો છો." ISSએ પોતાની પોસ્ટમાં કુલ ચાર તસવીરો શેર કરી છે, જેમાં પૃથ્વી પરના ચાર અલગ-અલગ સ્થળોનો રાત્રિનો નજારો જોવા મળે છે. આ તસવીરોમાં મિડવેસ્ટ યુએસ, ભારત, સાઉથ ઈસ્ટ એશિયા અને કેનેડા જેવા સ્થળોનો સમાવેશ થાય છે.
Published at : 13 Apr 2025 07:35 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















