શોધખોળ કરો
War Photos: રશિયા-યૂક્રેન યુદ્ધનું એક વર્ષ, જુઓ હવે ત્યાં કેવી છે સ્થિતિ, માતમ અને આસૂંઓ......
આ યુદ્ધને એક વર્ષ પૂર્ણ થઇ ચૂક્યુ છે. જાણો આ એક વર્ષ દરમિયાન શું શું થયુ અને અત્યારે ત્યાં કેવી છે સ્થિતિ....
ફાઇલ તસવીર
1/8

Russia Ukraine War: 24 ફેબ્રુઆરી 2022 એ રશિયાએ યૂક્રેન પર હુમલો કરી દીધો હતો, રશિયા અને યૂ્ક્રેન વચ્ચે અત્યારે ભયાનક યુદ્ધ ચાલી રહ્યુ છે, આ યુદ્ધને એક વર્ષ પૂર્ણ થઇ ચૂક્યુ છે. જાણો આ એક વર્ષ દરમિયાન શું શું થયુ અને અત્યારે ત્યાં કેવી છે સ્થિતિ....
2/8

રશિયા અને યૂક્રેનના જંગને એક વર્ષ ખતમ થઇ ગયુ છે, પરંતુ હજુ સુધી બન્ને દેશોમાંથી કોઇપણ પીછેહઠ કરવા તૈયાર નથી. યુદ્ધ હજુ પણ લાંબુ ચાલી શકે છે, કેમ કે હાલમાં શાંતિ વાર્તા માટે કોઇ તૈયાર નથી.
3/8

આ એકવર્ષમાં જંગના કારણે હજારો લોકોના જીવ ગયા છે, બાળકોનો અભ્યાસ છુટી ગયો છે, કેટલાય લોકો વિખૂટા પડી ગયા છે, કેટલાય શહેરો તબાહ થઇને ખંડેરમાં બદલાઇ ગયા છે.
4/8

રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધમાં રશિયાની સેનાના લગભગ અઢી લાખ સૈનિકો યૂક્રેનમાં હુમલો કરવા માટે મોકલી દીધા છે.
5/8

યૂક્રેને ગયા વર્ષે જુન-જુલાઇના મહિનામાં પોતાના તે વિસ્તારોને પાછા મેળવી લીધા, જેના પર રશિયાએ ફેબ્રુઆરી માર્ચ જંગની શરૂઆતમાં કબજામાં લઇ લીધા હતા.
6/8

યુદ્ધના એક વર્ષ બાદ રશિયા હજુ પણ યૂક્રેનના કેટલાય ભાગોમાં કબજો જમાવીને બેઠુ છે, જેના કારણે યુદ્ધ હજુ પણ ચાલુ જ છે.
7/8

યુદ્ધની પહેલી વર્ષગાંઠને ચિન્હિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં એક પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો છે. પ્રસ્તાવમાં રશિયાને યૂક્રેનમાં યુદ્ધ પુરુ કરવા અને પોતાના સેનાને પાછી બોલાવવા માટે કહેવામાં આવ્યુ છે.
8/8

આ પ્રસ્તાવના સમર્થનમાં 141 મત પડ્યા, જ્યારે 32 દેશો મતદાનથી દુર રહ્યાં છે. આ દેશોમાં બેલારુસ, ઉત્તર કોરિયા, ઇરીટ્રિયા, માલી, નિકારાગુઆ, સીરિયા અને ભારત સામેલ છે.
Published at : 26 Feb 2023 02:31 PM (IST)
આગળ જુઓ
Advertisement





















