શોધખોળ કરો
IND vs SL T20Is Stats: ભારત-શ્રીલંકા ટી20 મેચોમાં આ બેટ્સમેનોએ બનાવ્યા સૌથી વધુ રન, ટૉપ પર છે રોહિત શર્મા
અત્યાર સુધી બન્ને ટીમોની વચ્ચે રમાયેલી ટી20 મેચોમાં રોહિત શર્મા જ એક એવો બેટ્સમેને છે, જેને સૌથી વધુ રન ફટકાર્યા છે

ફાઇલ તસવીર
1/6

IND vs SL T20I Series: ભારત અને શ્રીલંકાની વચ્ચે આગામી 3 જાન્યુઆરીથી ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે. અત્યાર સુધી બન્ને ટીમોની વચ્ચે રમાયેલી ટી20 મેચોમાં રોહિત શર્મા જ એક એવો બેટ્સમેને છે, જેને સૌથી વધુ રન ફટકાર્યા છે, જાણો આ લિસ્ટમાં બીજા કયા કયા બેટ્સમેનો છે સામેલ......
2/6

ભારત અને શ્રીલંકાની વચ્ચે રમાયેલી ટી20 મેચોમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે નોંધાયેલો છે. રોહિત શર્માએ 19 મેચોમાં 24.17 ની એવરેજ અને 144.21 ની સ્ટ્રાઇક રેટથી 411 રન બનાવ્યા છે.
3/6

શિખર ધવન ભારત-શ્રીલંકા ટી20 મેચોમાં બીજા સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેને છે. ધવને 12 મેચોમાં 37.50 ની એવરેજ અને 129.31ની સ્ટ્રાઇક રેટથી 375 રન બનાવ્યા છે.
4/6

આ લિસ્ટમાં ત્રીજા નંબર પર પણ ભારતીય બેટ્સમેન છે, વિરાટ કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ 8 ટી20 મેચોમાં 67.80 ની એવરેજ અને 138.36 ની સ્ટ્રાઇક રેટથીके 339 રન ફટાકાર્યા છે.
5/6

ટૉપ -5ના આ લિસ્ટમાં એકમાત્ર શ્રીલંકન બેટસમેન દાસુન શનાકા છે. શનાકાએ ભારત વિરુદ્ધ 19 ટી20 મેચોમાં 306 રન ફટકાર્યા છે. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 25.50 અને સ્ટ્રાઇક રેટ 128.03 રહી છે.
6/6

અહીં પાંચમા સ્થાન માટે કેએલ રાહુલનો નંબર આવે છે, રાહુલે શ્રીલંકા વિરુદ્ધ 9 ટી20 મેચોમાં 37.62 ની એવરેજ 139.35 ની સ્ટ્રાઇક રેટથી 301 રન બનાવ્યા છે.
Published at : 31 Dec 2022 12:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
