શોધખોળ કરો
Deepak Chahar Wedding Photos: લગ્નના બંધનમાં બંધાયા દીપક ચાહર અને જયા ભારદ્વાજ, જુઓ લગ્નના ફોટો

દીપક ચાહર અને જયા ભારદ્વાજ
1/8

ભારતીય ટીમના ફાસ્ટ બોલર દીપક ચહરે લગ્ન કરી લીધા છે. લાંબા સંબંધો પછી તેણે તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે લગ્ન કર્યા. આગ્રાના વાયુ વિહારના રહેવાસી ચાહર અને જયાએ ફતેહાબાદ રોડ પર આવેલા જયપી પેલેસમાં 7 ફેરા લીધા. અગાઉ મંગળવારે મહેંદી સેરેમની અને સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.
2/8

વરરાજા બનેલા દીપક ચહર બેન્ડવાજા સાથે ઘોડી પર બેસીને જાન લઈને હોટલ પહોંચ્યો હતા. દીપકે સફેદ શેરવાની અને પાઘડી પહેરી હતી. દીપકના પિતરાઈ ભાઈ લેગ-સ્પિનર રાહુલ ચહર અને બહેન માલતી ચહરે બેન્ડ-બાજાની ધૂન પર જોરદાર ડાન્સ કર્યો.
3/8

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્નની વિધિ રાત્રે 10 વાગ્યે શરૂ થઈ હતી. બીજી તરફ દુલ્હન જયા ભારદ્વાજ પણ દુલ્હનના શાનદાર ગેટઅપમાં હતી. દીપક અને જયાના લગ્નમાં બંને પરિવારના લોકો ખુશીથી નાચી રહ્યા છે.
4/8

અગાઉ મહેંદી અને સંગીત સમારોહમાં દીપક ચહર અને જયાની દેશી સ્ટાઈલ લોકોને પસંદ આવી હતી. મનીષ મલ્હોત્રાએ લગ્ન માટે દીપક ચહર અને જયા ભારદ્વાજના આઉટફિટ ડિઝાઇન કર્યા છે. ચહરના પરિવારના સભ્યો વરરાજાના ડ્રેસ સાથે મેચ થતી થીમમાં વરોઘોડામાં દેખાયા હતા.
5/8

તમને જણાવી દઈએ કે, દીપકે ગયા વર્ષે UAEમાં IPL મેચ દરમિયાન સ્ટેડિયમમાં જયાને પ્રપોઝ કર્યું હતું. આ પહેલા બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. IPL મેચ દરમિયાન જયા સ્ટેડિયમમાં ઘણી વખત દીપકને ચીયર કરતી જોવા મળી હતી.
6/8

જયાના ભાઈ સિદ્ધાર્થ 'બિગ બોસ'માં જોવા મળ્યા છે. સિદ્ધાર્થ એમટીવી સ્પ્લિટ્સવિલા સીઝન 2નો વિજેતા પણ છે. સિદ્ધાર્થે પણ બહેન જયાની સગાઈના ફોટા શેર કરીને અભિનંદન પાઠવ્યા હતા. IPL 2022ની મેગા ઓક્શન દરમિયાન CSK દ્વારા ચાહરને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, ઈજાના કારણે તે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો હતો.
7/8

હોટેલ જેપી પેલેસમાં દીપક અને જયાના લગ્નની રોયલ તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ મહેમાનોએ વરરાજાના પિતા લોકેન્દ્ર સિંહ ચાહર, કાકા દેશરાજ ચહર, ભાઈ રાહુલ ચહર, બહેન માલતી સાથે ડાન્સ કર્યો હતો.
8/8

IPL 2022ની મેગા ઓક્શન દરમિયાન CSK દ્વારા ચાહરને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, ઈજાના કારણે તે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો હતો.
Published at : 01 Jun 2022 11:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
