શોધખોળ કરો
IN Pics: યશસ્વી જાયસ્વાલથી લઇને સચિન તેંદુલકર સુધી, ભારતના આ દિગ્ગજ બેટ્સમેનોએ છગ્ગાથી પુરી કરી છે સદી.......
યશસ્વી જાયસ્વાલે વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડના બોલરોની ધુલાઇ કરી હતી. તેણે આ મેચમાં શાનદાર સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/8

IND vs ENG, Yashasvi Jaiswal: વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતના સ્ટાર યુવા બેટ્સમેન યશસ્વી જાયસ્વાલે પ્રથમ દિવસે 179 રનની ઇનિંગ રમી હતી. તેણે આ મેચમાં સિક્સર વડે પોતાની સદી પૂરી કરી હતી.
2/8

યશસ્વી જાયસ્વાલે વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડના બોલરોની ધુલાઇ કરી હતી. તેણે આ મેચમાં શાનદાર સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. યશસ્વી જાયસ્વાલ પહેલા પણ ભારતના ઘણા મહાન બેટ્સમેનોએ છગ્ગા વડે પોતાની આંતરરાષ્ટ્રીય સદી પુરી કરી છે.
3/8

ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન અને હિટમેન તરીકે વિશ્વભરમાં જાણીતા રોહિત શર્મા તેની આસમાની છગ્ગા માટે જાણીતો છે. અત્યાર સુધી તેણે પોતાની કારકિર્દીમાં ત્રણ વખત સિક્સર સાથે સદી ફટકારી છે.
4/8

આ યાદીમાં ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ પણ સામેલ છે. અત્યાર સુધી તેની કારકિર્દીમાં તેણે બે વખત સિક્સર ફટકારીને આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે.
5/8

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે તેની કારકિર્દીમાં 6 વખત સિક્સર વડે આંતરરાષ્ટ્રીય સદી પૂરી કરી હતી.
6/8

ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે પણ પોતાની અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં સિક્સર સાથે 1 સદી પૂરી કરી છે.
7/8

ભારતીય ટીમના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં એક વખત સિક્સર ફટકારીને સદી ફટકારી હતી.
8/8

વીરેન્દ્ર સેહવાગના ઓપનિંગ પાર્ટનર રહેલા ગૌતમ ગંભીરે પોતાની કારકિર્દીમાં બે વખત સિક્સર ફટકારીને સદી પૂરી કરી હતી.
Published at : 03 Feb 2024 12:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
