શોધખોળ કરો
Photo: રોહિત-દ્રવિડએ પ્રધાનમંત્રી મોદીના હાથોમાં સોંપી ટ્રોફી, વિજેતાઓએ જીત્યું દેશનું દિલ
Team India Meets પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ટી20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમ સાથે મુલાકાત કરી. જેમાં પ્રધાનમંત્રી આખી ટીમ સાથે વાતો અને હસી-મજાક કરતાં જોવા મળ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીમ ઈન્ડિયાને મળ્યા હતા
1/6

T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીમ ઈન્ડિયાને પ્રથમ વખત મળ્યા હતા. આખી ભારતીય ટીમ વડાપ્રધાનના નિવાસસ્થાન 7-લોક કલ્યાણ માર્ગ પર પહોંચી હતી.
2/6

ભારતીય ખેલાડીઓની સાથે ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, BCCI સેક્રેટરી જય શાહ અને પ્રમુખ રોજર બિન્ની પણ હતા.
3/6

જ્યારે ભારતીય ટીમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચી, ત્યારે ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ તેમને T20 વર્લ્ડ કપની ટ્રોફી સોંપી.
4/6

આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આખી ટીમ ઈન્ડિયાનો ગ્રુપ ફોટો હતો. તેમાં BCCI સેક્રેટરી જય શાહ અને પ્રમુખ રોજર બિન્ની પણ સામેલ હતા.
5/6

વડાપ્રધાનના આવાસ પર ખૂબ જ હળવાશવાળું વાતાવરણ હતું. ખેલાડીઓ ઘણા ખુશ દેખાતા હતા. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલાડીઓ સાથે વાત કરી અને ટૂર્નામેન્ટ દરમિયાન તેમના અનુભવ વિશે પૂછ્યું.
6/6

તમને જણાવી દઈએ કે ચેમ્પિયન ભારતીય ટીમ 4 જુલાઈના રોજ સવારે બાર્બાડોસથી વિશેષ વિમાન દ્વારા ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી. આ પછી, તે જ દિવસે સાંજે 5 વાગ્યે મુંબઈમાં ભારતીય ટીમનું વિજય સરઘસ કાઢવામાં આવશે અને સાંજે 7 વાગ્યે વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે.
Published at : 04 Jul 2024 06:15 PM (IST)
આગળ જુઓ
Advertisement





















