શોધખોળ કરો
Advertisement

Rohit Sharmaને લઇને મુંબઇ ઇન્ડિયન્સે બનાવ્યો ખાસ પ્લાન, હવે ટીમ ઇન્ડિયાને મળશે પ્રાથમિકતા, જાણો કઇ રીતે......

Rohit_Sharma
1/5

મુંબઇઃ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને લઇને મોટુ અપડેટ સામે આવી રહ્યું છે. રોહિત શર્માને લઇને મુંબઇ ઇન્ડિયન્સની ટીમે ખાસ પ્લાન બનાવ્યો છે. આ પ્લાન અંતર્ગત રોહિત શર્મા ફક્ત ખાસ મેચોમાં જ રમતો દેખાઇ શકે છે.
2/5

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, રોહિત શર્મા આગામી બે વર્ષના વર્ક લૉડ પર કામ કરી રહ્યો છે. રોહિત શર્માની નજર 2023 વર્લ્ડકપ પર છે, અને તે હર હાલમાં ભારત માટે ખિતાબ જીતવા માંગે છે.
3/5

મુંબઇ ઇન્ડિયન્સની ટીમનુ કહેવુ છે કે તેની ફ્રેન્ચાઇઝી માટે ઇન્ડિયન ટીમ હંમેશા સૌથી મહત્વપૂર્ણ રહી છે. રોહિત શર્માના ટી20 ફોર્મેટમાં આગામી કેપ્ટન બનવાની સંભાવના છે, એટલા માટે મુંબઇ ઇન્ડિયન્સ તેનો ઉપયોગ ખુબ સંભાળીને કરશે.
4/5

આઇપીએલ 14 ફરીથી શરૂ થવા પર રોહિત શર્મા સીએસકે વિરુદ્ધની મેચમાંથી બહાર રહ્યો હતો, ખરેખરમાં રોહિત શર્મા સીએસકે વિરુદ્ધ મેદાનમાં ના ઉતરવુ આ ખાસ પ્લાનનો ભાગ હતો, કિરોન પોલાર્ડ આ સિઝનમાં કેટલીય મેચોમાં ટીમની કમાન સંભાળતો દેખાઇ શકે છે.
5/5

રોહિત શર્મા 34 વર્ષનો થઇ ચૂક્યો છે અને તેની ક્રિકેટ કેરિયરમાં હવે વધુ સમય નથી બચ્યો. રોહિત શર્મા આઇપીએલમાં પાંચ ખિતાબ હાંસલ કરી ચૂક્યો છે. આ સ્ટાર બેટ્સમેનની નજર હવે ફક્ત ભારત માટે વર્લ્ડકપ જીતવા પર છે.
Published at : 22 Sep 2021 12:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
