શોધખોળ કરો
BSNL નો સૌથી સસ્તો 365 દિવસનો પ્લાન! ઓછા ખર્ચમાં એક વર્ષ સુધી એક્ટિવ રહેશે નંબર
BSNL નો સૌથી સસ્તો 365 દિવસનો પ્લાન! ઓછા ખર્ચમાં એક વર્ષ સુધી એક્ટિવ રહેશે નંબર

પ્રતિકાત્મક તસવીર
1/7

BSNL એ તેના ગ્રાહકો માટે એક સસ્તો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે, જે 365 દિવસની સંપૂર્ણ વેલિડિટી આપે છે. આ પ્લાન ખાસ કરીને એવા યૂઝર્સ માટે ફાયદાકારક છે જેઓ BSNL સિમનો સેકન્ડરી નંબર તરીકે ઉપયોગ કરે છે. આ સૌથી સસ્તો વાર્ષિક પ્લાન છે, જેની કિંમત પ્રતિ દિવસ 3.50 રૂપિયાથી ઓછી છે.
2/7

BSNLના આ 365 દિવસના પ્લાનની કિંમત માત્ર 1198 રૂપિયા છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસ એટલે કે એક આખું વર્ષ છે. જો આ રીતે જોવામાં આવે તો તેની માસિક સરેરાશ 100 રૂપિયાની આસપાસ આવે છે.
3/7

આ પ્લાન ખાસ કરીને એવા યુઝર્સ માટે યોગ્ય છે જેઓ ઓછા ખર્ચે લાંબા સમય સુધી પોતાનો નંબર એક્ટિવ રાખવા માંગે છે. પ્લાનના ફાયદા વિશે વાત કરીએ તો આ પ્લાનમાં યુઝર્સને દર મહિને 300 મિનિટ માટે કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગની સુવિધા મળે છે.
4/7

આ ઉપરાંત દર મહિને 3GB હાઇ-સ્પીડ 3G/4G ડેટા સાથે 30 ફ્રી SMS પણ ઉપલબ્ધ છે. એટલું જ નહીં, આ પ્લાનમાં યુઝર્સને ભારતભરમાં રોમિંગ દરમિયાન ફ્રી ઇનકમિંગ કોલનો લાભ પણ મળે છે. આવી સ્થિતિમાં આ એક શાનદાર પ્લાન માનવામાં આવે છે જેમાં તમારું સિમ આખું વર્ષ એક્ટિવ રહે છે.
5/7

ભારત સરકારે BSNL અને MTNLના નેટવર્ક વિસ્તરણ માટે રૂ. 6,000 કરોડનું રોકાણ કર્યું છે. આ બજેટનો ઉપયોગ BSNL અને MTNLની 4G સેવાઓને અપગ્રેડ કરવા માટે કરવામાં આવશે, જેથી ટૂંક સમયમાં જ વપરાશકર્તાઓને વધુ સારા નેટવર્ક અને ઝડપી ઇન્ટરનેટ સ્પીડનો લાભ મળશે.
6/7

BSNL નો આ લાંબા ગાળાનો પ્રીપેડ પ્લાન એવા વપરાશકર્તાઓ માટે શ્રેષ્ઠ છે કે જેઓ સસ્તા અને લાંબી વેલિડિટી રિચાર્જ ઈચ્છે છે.
7/7

ખાનગી કંપનીઓના પ્લાન મોંઘા થયા બાદ લોકો BSNL તરફ વળી રહ્યા છે. સરકારી કંપની પાસે ઘણા બધા સસ્તા પ્લાન છે. જે ગ્રાહકોને ઓછા ખર્ચમાં ઘણા બધા ફાયદા આપે છે.
Published at : 14 Feb 2025 01:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
અમદાવાદ
ખેતીવાડી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
