શોધખોળ કરો
લાલચ બુરી બલા! Facebook Ad પર ક્લિક કરવું ભારે પડ્યું! ઠગોએ વૃદ્ધ સરકારી અધિકારીને 5 કરોડનો ચૂનો લગાવ્યો
નવી મુંબઈમાં નિવૃત્ત અધિકારી નકલી સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ જાહેરાતનો બન્યા ભોગ, સાયબર ફ્રોડની વિગત.
આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને સ્કેમર્સ લોકોને ફસાવવા માટે અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. તાજેતરમાં જ નવી મુંબઈમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 70 વર્ષીય નિવૃત્ત સરકારી અધિકારી ફેસબુક પર દેખાયેલી નકલી સ્ટોક ઇન્વેસ્ટમેન્ટની જાહેરાતનો ભોગ બન્યા અને ગણતરીના સમયમાં જ તેમણે 5 કરોડ રૂપિયાથી વધુ ગુમાવી દીધા.
1/6

આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે પીડિત ફેસબુક પર સ્ક્રોલ કરી રહ્યા હતા અને તેમને સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત એક આકર્ષક જાહેરાત જોવા મળી. આ જાહેરાત એટલી વાસ્તવિક લાગી રહી હતી કે જેમાં ઊંચા નફાની લાલચ આપવામાં આવી હતી. પીડિતે વધુ વિચાર્યા વિના પોતાની માહિતી ભરી અને એક નકલી ટ્રેડિંગ એપમાં પૈસાનું રોકાણ કરવાનું શરૂ કર્યું.
2/6

શરૂઆતમાં ઠગોએ તેમને નાની રકમ ઉપાડવાની મંજૂરી આપી, જેના કારણે તેમનો વિશ્વાસ બેઠો અને તેમણે ધીમે ધીમે પોતાની પત્નીના ડીમેટ ખાતામાંથી લગભગ 4.7 કરોડ રૂપિયાનું રોકાણ કરી દીધું. શરૂઆતમાં તેમને એપમાં 12.2 કરોડ રૂપિયાનો નફો દેખાયો, પરંતુ જ્યારે તેમણે પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમનું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું.
Published at : 16 Mar 2025 07:47 PM (IST)
આગળ જુઓ




















