શોધખોળ કરો
Instagram DP માટે આવ્યુ આ કમાલનું ફિચર, તરત જ જાણી લો અને દોસ્તોની વચ્ચે બની જાઓ હીરો
આ અંતર્ગત યૂઝર પોતાના ડીપીને ફોટો અને ડિજીટીલ અવતારમાં રૂપમાં શૉકેસ કરી શકશે.
ફાઇલ તસવીર
1/7

Instagram DP: મેટાએ ઇન્સ્ટાગ્રામમાં યૂઝર્સ માટે એક કમાલનું અપડેટ કર્યુ છે. આ અંતર્ગત યૂઝર પોતાના ડીપીને ફોટો અને ડિજીટીલ અવતારમાં રૂપમાં શૉકેસ કરી શકશે.
2/7

ઇન્સ્ટાગ્રામે નવા અપડેટની જાણકારી ટ્વીટરના માધ્યમથી આપી છે. કંપનીએ ટ્વીટ કરીને બતાવ્યુ છે કે, હવે યૂઝર્સ પ્રૉફાઇલ ફોટોની સાથે સાથે અવતારને પણ શૉકેસ કરી શકે છે, એટલે કે જ્યારે તમારી પ્રૉફાઇલ પર કોઇ વ્યક્તિ ટેપ કરશે તો તે તમારી પ્રૉફાઇલ ફોટોની સાથે સાથે અવતારને પણ જોઇ શકશે. અવતાર એક રીતેથી તમારી પર્સનાલિટી બતાવવાનું કામ કરે છે.
3/7

ઇન્સ્ટાગ્રામમાં અવતારને પોતાની પ્રૉફાઇલ ફોટો રાખવા માટે સૌથી પહેલા તમારે ઇન્સ્ટાગ્રામ ઓપન કરવુ પડશે. આ પછી તમારી પ્રૉફાઇલ પિક્ચર પર ટેપ કરવુ પડશે. અહીં તમને એડિટ પ્રૉફાઇલનો ઓપ્શન દેખાશે જેના પર ટેપ કરો અને પછી ક્રિએટ અવતાર પર ક્લિક કરો.
4/7

આ જ રીતે પોતાના હિસાબથી અવતારને કસ્ટમાઇઝ કરી લો. અહીં તમે અવતારનો સ્કીન ટૉન, હેર સ્ટાઇલ વગેરેમાં વસ્તુઓ બદલી શકો છો. આ પછી અવતારને સેવ કરો અને સેટ કરી દો.
5/7

જો તમે અવતાર ફેસબુક પર પહેલાથી જ બનાવી લીધો છે, તો ઇન્સ્ટાગ્રામ પર આને ફરીથી કરવાની જરૂર નથી, કેમ કે બન્નેની પેરેન્ટ કંપની એક જ છે. જો તમે ઇન્સ્ટાગ્રામ ફેસબુકથી લિન્ક કર્યુ છે, તો તમારો ફેસબુક વાળો અવતાર અહીં દેખાશે.
6/7

ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામે કેટલાક સમય પહેલા યૂઝર્સ માટે Quite Mode ફિચર પણ રિલીઝ કર્યુ હતુ. આ ફિચર યૂઝર્સને એપથી દુરી બનાવી રાખવામાં મદદ કરતુ હતુ. quite mode માં જ્યારે તમને કોઇ મેસેજ કરે છે,ત ો સામે વાળા વ્યક્તિને એ નૉટિફિકેશન જતુ રહે છે કે તમે ક્વાઇટ મૉડમાં છો અને ઇન્સ્ટાગ્રામથી દુર છો.
7/7

ઇન્સ્ટાગ્રામે quite mode સ્ક્રીન ટાઇમને ઓછો કરવા માટે રજૂ કર્યુ છે. ખાસ કરીને યુવાઓને ધ્યાનમાં રાખીને આ ફિચર બનાવવામાં આવ્યુ છે, જે કલાકો આના પર વિતાવે છે.
Published at : 27 Jan 2023 04:16 PM (IST)
આગળ જુઓ





















