શોધખોળ કરો
Vivo Y33s Launch Update: લૉન્ચ પહેલા વીવોના નવા સ્માર્ટફોનની કિંમત જાણો, ક્યારે થશે ભારતમાં એન્ટ્રી?

Vivo_Y33s_
1/6

નવી દિલ્હીઃ ચીનની પૉપ્યૂલર સ્માર્ટફોન કંપની ભારતમાં કાલે પોતાનો નવો સ્માર્ટફોન Vivo Y33s લૉન્ચ કરવા જઇ રહી છે. વળી લૉન્ચ પહેલા આ ફોનની કિંમત અને સ્પેશિફિકેશન્સનો ખુલાસો થયો છે.
2/6

ભારતમાં આ સ્માર્ટફોનને 17 હજાર રૂપિયાની આસપાસ લૉન્ચ કરવામાં આવી શકે છે. આમાં 50 મેગાપિક્સલ કેમેરા ઉપરાંત 5000mAhની બેટરી આપવામાં આવી છે. સાથે જ પરફોર્મન્સ માટે આમાં દમદાર પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. જાણો ફિચર્સ વિશે.....
3/6

સ્પેશિફિકેશન્સ- Vivo Y33s સ્માર્ટફોનમાં 6.58 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન (2,400 x 1,080 પિક્સલ) છે. આ ફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ ફનટચ ઓએસ 11.1 પર કામ કરે છે. આ ઓક્ટાકૉર મીડિયાટેક હીલિયો G80 પ્રૉસેસર વાળો છે. ફોનમાં 8GB રેમ 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામા આવ્યુ છે, જેને તમે માઇક્રોએસડી કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે.
4/6

કેમેરા- ફોટોગ્રાફી માટે Vivo Y33s સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો હોઇ શકે છે. વળી, 2 મેગાપિક્સલનો મેક્રો સ્નેપર અને 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર હશે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
5/6

પાવર અને કનેક્ટિવિટી- પાવર માટે Vivo Y33s સ્માર્ટફોનમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે.
6/6

કનેક્ટિવિટી માટે આમાં ડ્યૂલ બેન્ડ વાઇફાઇ, બ્લૂટૂથ 5.0, જીપીએસ અને ટાઇપ સી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. સિક્યૉરિટી માટે આમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે.
Published at : 22 Aug 2021 10:45 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
