નવી દિલ્હીઃ સ્માર્ટફોનમાં આજકાલ એટલી બધી કૉમ્પિટીશન વધી ગઇ છે કે તમને કોઇપણ રેન્જમાં ફોન ખરીદવાનુ વિચારશો, તો તમને અનેક ઓપ્શન મળી રહેશે. લૂકથી માંડીને ફિચર્સ, આ તમામ વસ્તુઓ ફોનમાં અવેલેબલ હશે. જોકે, આ બધાની વચ્ચે બજેટ મહત્વનુ છે. ઓછા બજેટમાં તે જો સારા ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરતા હોય તો અહીં અમે તમને મિડ રેન્જ એટલે કે લગભગ 7 હજારની કિંમતના બેસ્ટ ફોનનુ એક લિસ્ટ બતાવીએ છીએ, જેમાં તમારુ ઓપ્શન બની શકે છે. જાણો ફોન વિશે...... (પ્રતિકાત્મક તસવીર)
2/6
નોકિયા 5.1 PLUS- નોકિયાના આ ફોનના 3જીબી રેમ અને 32જીબી મેમરી વાળા ફોનની કિંમત 6999 રૂપિયા છે. ફોનમાં 5.8 ઇંચની એચડી ફોન સ્ક્રીન છે. 13 મેગાપિક્સલનો મેન કેમેરો અને 8MPનો બેક કેમેરો આપવામાં આવ્યો છે. આમા મીડિયાટેક હીલિયો P60 પ્રૉસેસર અને 3060 mAhની બેટરી આપવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)
3/6
રિયલમી C2- આ ફોનના 2જીબી રેમ અને 16જીબી મેમરી વાળા ફોનની કિંમત 6499 રૂપિયા છે. 2જીબી રેમ અને 32જીબી મેમરી વાળા ફોનની કિંમત 6999 રૂપિયા છે. આમાં 6.1- ઇંચની એચડી ફોન સ્ક્રીન, મેન કેમેરો 13 મેગાપિક્સલ અને સેલ્ફી વાળો કેમેરો 2MPનો છે. ઓક્ટાકૉર મીડિયાટેક હીલિયો P22 પ્રૉસેસર છે. ફોનમાં 4,000mAhની બેટરી છે. (પ્રતિકાત્મક તસવીર)
4/6
સેમસંગ ગેલેક્સી M01 Core- સેમસંગનો આ ફોન પણ સાત હજારથી ઓછી કિંમતમાં અવેલેબલ છે. આમાં 1GB રેમ અને 16જીબી મેમરી વાળા ફોનની કિંમત 5499 રૂપિયા છે. 2જીબી રેમ અને 32જીબી મેમરી વાળા ફોનની કિંમત 6499 રૂપિયા છે. આમા મેન કેમેરો 8 મેગાપિક્સલ અને બેક કેમેરો 5 મેગાપિક્સલનો છે. ફોનમાં 5.3- ઇંચની એચડી સ્ક્રીન ડિસ્પ્લે, ક્વાડકૉર મીડિયાટેક 6739 પ્રૉસેસર અને 3,000mAhની બેટરી છે. (પ્રતિકાત્મક તસવીર)
5/6
રેડમી 7A- આ ફોન પણ સાત હજાર સુધીની કિંમતનો છે. 2જીબી રેમ અને 32જીબી સ્ટૉરેજ વાળા ફોનની કિંમત 6999 રૂપિયા છે. ફોનમાં 5.45 ઇંચની એચડી ફોન સ્ક્રીન છે. 12 મેગાપિક્સલનો મેન કેમેરો અને 5MPનો સેલ્ફી કેમેરો અને સાથે ક્વાલકૉમ સ્નેપડ્રેગન 439 પ્રૉસેસર છે. ફોનમાં 4000 mAh લાઇપૉલિમરની બેટરી છે. (પ્રતિકાત્મક તસવીર)
6/6
રેડમી 9A- શ્યાઓમીનો આ ફોન ઓછા બજેટ હૉટ સેલિંગ ફોન છે. આ ફોનની શરૂઆતી કિંમત 7 હજાર રૂપિયા છે. આમાં 2GB રેમ અને 32GB મેમરી વાળા ફોનની કિંમત 6,799 રૂપિયા છે. 6.53ની એચડી સ્ક્રીન છે. હીલિયો જી25 ઓક્ટાકૉર પ્રૉસેસર, 13 મેગાપિક્સલનો મેન કેમેરો અને 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે. બેટરી 5000 mAhની છે. (પ્રતિકાત્મક તસવીર)