મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સતત ચોથા વર્ષે સૌથી મૂલ્યવાન ભારતીય સેલિબ્રિટીની યાદીમાં ટોચના સ્થાને યથાવત છે. વિરાટ કોહલી 23.77 કરોડ અમેરિકી ડૉલરના બ્રાન્ડ મૂલ્ય સાથે સતત ચોથા વર્ષે 2020માં સૌથી મૂલ્યવાન ભારતીય સેલિબ્રિટી રહ્યા છે
2/4
આ યાદીમાં 5.11 કરોડ ડૉલરના મૂલ્યાંકન સાથે શાહરૂખ ખાન ચોથા સ્થાન પર છે, જ્યારે દીપિકા પાદુકોણ 5.04 કરોડ ડૉલર સાથે પાંચમા સ્થાન પર રહી. આલિયા ભટ્ટ છઠ્ઠા સ્થાન પર રહી.
3/4
વિરાટ કોહલી સતત ચોથા વર્ષે સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી બન્યો છે અને કોરોના મહામારી છતા તેમનું બ્રાન્ડ મૂલ્ય 23.77 કરોડ ડૉલર પર સ્થિર છે. અક્ષય કુમારનું બ્રાન્ડ મૂલ્ય 13.8 ટકાની બઢત સાથે 11.89 કરોડ અમેરિકી ડૉલર રહ્યું અને તે બીજા સ્થાન પર છે. જ્યારે રણવીર સિંહ 10.29 કરોડ ડૉલરની સાથે ત્રીજા સ્થાન પર છે.
4/4
આ લિસ્ટમાં બીજા અને ત્રીજા સ્થાને બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તથા રણવીર સિંહનું નામ છે. બ્રાન્ડ મૂલ્યાંકનમાં મહારત રાખનારી કંપની ડફ એન્ડ ફેલ્પ્સે ગુરૂવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, 2020 માટે ટોપ 10 સર્વાધિક મૂલ્યવાન સેલિબ્રિટીની યાદીમાં ફક્ત કોહલી ફિલ્મ ઉદ્યોગમાંથી બહારનો છે અને તેમાં ફક્ત બે મહિલાઓ છે. જ્યારે શીર્ષ 20 સેલિબ્રિટીએ પોતાના કુલ મૂલ્યના પાંચ ટકા કે લગભગ એક અરબ અમેરિકી ડૉલર ગુમાવી દીધા.