શોધખોળ કરો
29 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ પડી શકે છે ભારે વરસાદ, જાણો વિગત
1/5

પરંતુ છેલ્લા સપ્તાહથી મેઘરાજાએ પોતાનું હેત વરસાવતાં રાજ્યમાં સારો વરસાદ પડી રહ્યો છે. જે ખેતી મૂરઝાવાની અણી ઉપર હતી તેવા લાખો હેક્ટર પાકને નવજીવન મળતાં ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
2/5

ચાલુ વર્ષે ઓગસ્ટના શરૂઆતના પંદર દિવસમાં વરસાદે હાથતાળી આપતાં લોકોના જીવ અદ્ધર થઈ ગયાં હતાં અને દુષ્કાળની સ્થિતિ સર્જાશે તેવા ભણકારા વાગતા હતા,
3/5

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને 29 ઓગસ્ટના વલસાડ, નવસારી, સુરત, ડાંગ, જિલ્લામાં ભારે વરસાદની સાથે 29 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગર જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે.
4/5

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, વરસાદ હજુ ગયો નથી. ગુજરાતમાં 28મી ઓગસ્ટ સુધી હળવા ઝાપટાં ચાલુ રહેશે અને ત્યારબાદ 29 ઓગસ્ટથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના પ્રબળ યોગ જોવા મળી રહ્યાં છે. ક્યાંક પાંચ ઈંચથી વધારે તો ક્યાંક 10 ઈંચ સુધી વરસાદ પડી શકે છે.
5/5

અમદાવાદ: ગુજરાતમાં પુનઃ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ખેડૂતોની મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે. આ ઉપરાંત આગામી 29 ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાના યોગ જોવા મળી રહ્યા છે.
Published at : 25 Aug 2018 09:35 AM (IST)
View More
Advertisement





















