શોધખોળ કરો
મુખ્યમંત્રી રૂપાણી કરશે ઓબામા અને મોદીની નકલ, કાલે યોજાશે 'ટ્વિટર ટાઉનહોલ'
1/4

વિજય રૂપાણી આ અંગે ટ્વીટર પર માહિતી આપતા જણાવ્યું હતું કે, મને ખુશી છે કે હું 23 સપ્ટેમ્બરે ટ્વીટર ટાઉનહોલને હોસ્ટ કરીશ. તમારા પ્રશ્નો મને #AskVijayRupani 22 સપ્ટેંબર સુધી મોકલી શકો છો. મહાત્મા મંદિરમાં યોજાનાર કાર્યક્રમમાં વિજય રૂપાણી પસંદ કરેલા પ્રશ્નોના જવાબ આપશે. આ સેસન્સને ટ્વીટર અને યૂટ્યુબ પર શેર કરવામાં આવશે. વિજય રૂપાણીને ટ્વીટર પર 44,200 ફોલોઅર છે.
2/4

મુખ્યમંત્રીના સચિવ અજય ભાદુએ જણાવ્યું હતું કે, " ટ્વીટર પર સંપર્ક, મને લાગે છે કે, ટ્વીટર ગુગલ હેંગઆઉટ કરતા વધારે પાવરફૂલ અને ફેલાવો ધરાવે છે. વિજય રૂપાણી પહેલા મુખ્યમંત્રી છે જે ટ્વીટર ટાઉન હોલ કાર્યક્રમ કરવા જઇ રહ્યા છે." બીજેપીના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે," બીજેપી સરકાર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને જનતાને જોડીને લોકોના મુદ્દાને ઉઠાવશે. પીએમના જન્મ દિવસે 5 લાખ લોકોને જોડવા માટે એપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે ટેક્નોસેવી યુવાઓને આ માધ્યમથી સીએમ સાથે જોડાવવા પ્રેરણા આપવામાં આવશે. ટાઉન હોલમાં અગ્રણીઓ અને લોકો સાથે વિવિધ મુદ્દે પ્રશ્નો-જવાબની લેવડ દેવડ કરવામાં આવથી હોય છે.
Published at : 22 Sep 2016 04:15 PM (IST)
View More





















