ગેમને કઇ રીતે કરશો ડાઉનલૉડ- FAU-G ગેમના લૉન્ચ થયા બાદ યૂઝર્સ આને સીધી એપ સ્ટૉર પરથી ડાઉનલૉડ કરી શકશે. સાથે ગેમ ઓફિશિયલ વેબસાઇટ પરથી પણ ડાઉનલૉડ કરવામાં આવી શકશે. હાલ FAU-G ગેમની ઓફિશિયલ વેબસાઇટ લૉન્ચ થવાની બાકી છે. ગેમ સાથે જોડાયેલી જાણકારી ગેમના પ્રમૉટર્સ nCore ગેમ્સના માધ્યમથી મળી રહી છે.
3/6
આની સાથે પ્રી-રજિસ્ટ્રેશનની શરૂઆત પણ થઇ હતી, જેમાં ફેન્સનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. શરૂઆતી 24 કલાકમાં લાખો લોકોએ ગેમને લઇને રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ.
4/6
લાખો લોકો કરાવી ચૂક્યા છે રજિસ્ટ્રેશન- ખરેખર, પબજીના બેન થયા બાદ ગેમના ફેન્સ નિરાશ થયા હતા, ત્યારબાદ નવેમ્બર 2020માં બૉલીવુડ અભિનેતા અક્ષય કુમારે દેશમાં ખુદે બનાવેલી FAU-G ગેમનો ઉલ્લેખ કર્યો હતો, અને બાદમાં તેને લૉન્ચ કરવાની વાત કરી હતી.
5/6
રિપોર્ટ છે કે FAU-G ભારતની દેસી ગેમ છે, અને આગામી 26 જાન્યુઆરી 2021ના દિવસે લૉન્ચ થવા જઇ રહી છે. ગણતંત્ર દિવસના પ્રસંગે આ ગેમને માર્કેટમાં મુકવામાં આવશે, આ વાતને લઇને ગેમના શોખીનોમાં જોરદાર ઉત્સાહ દેખાઇ રહ્યો છે, સોશ્યલ મીડિયા પર આનુ ટ્રેલર પર ટ્રેન્ડિંગ થઇ રહ્યું છે, આ ટ્રેલરમાં પંજાબીમાં ડાયલૉગ્સ પણ સાંભળવા મળી રહ્યાં છે.
6/6
દિલ્હીઃ છેલ્લા કેટલાય પબજી ગેમે ભારતમાં જોરદાર પૉપ્યૂલારિટી મેળવી છે. પરંતુ ચીને સાથેના વિવાદ બાદ સરકારે પબજી સહિતની ચીની એપ્સ-ગેમ્સ પર ડેટા ચોરીને લઇને પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે હવે પબજીના શોખીનો માટે સારા સમાચાર છે, ઓનલાઇન ગેમ પબજીના બેન થયા બાદ હવે તેના જેવી જ સ્વદેશી ગેમ FAU-G આવી રહી છે.