લગ્નજીવન અંગે ખુશી વ્યક્ત કરતા હાર્દિકે કહ્યું હતું કે, જીવનની બીજી ઈનિંગમાં અમે બંનેએ સાથે લડવાનો પણ સંકલ્પ લીધો હતો.
5/9
સુરેન્દ્રનગરના દિગસર ગામે કિંજલ સાથે સાત ફેરા લીધા બાદ હાર્દિકે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બાળપણની મિત્ર હવે જીવન સાથી બની ગઈ છે.
6/9
મહિલાઓ અને પુરુષો વચ્ચેનો ભેદભાવ ખતમ કરવા માટે બંને સાથે મળીને કામ કરીશું. આખી જિંદગી અમે બંને મળીને રાષ્ટ્ર અને સમાજના નિર્માણ માટે સંઘર્ષ કરીશું. નારી શક્તિ ઝિંદાબાદ.
7/9
હાર્દિકે લખ્યું છે કે, હું મારી પત્ની સાથે સમાન વ્યવહાર કરીશ. સમાજ તેમજ રાષ્ટ્ર સાથે જોડાયેલા તમામ નિર્ણયો અંગે તેની સાથે ચર્ચા કરીને તેનો અભિપ્રાય મેળવીશ.
8/9
દિગસર ખાતે ખૂબ જ સાદગી પૂર્વક લગ્નવિધિ કરવામાં આવી હતી. સોમવારે હાર્દિક પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લગ્નની અમુક તસવીરો શેર કરી છે. જેમાં હાર્દિકે લખ્યું છે કે, તે દરેક નિર્ણયમાં તેની પત્ની કિંજલની સલાહ લેશે.
9/9
પાસના નેતા હાર્દિક પટેલે 27મી જાન્યુઆરીએ તેની બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે લગ્નગ્રંથીથી જોડાયો હતો. હાર્દિકના લગ્નમાં ફક્ત નજીકના સંબંધીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.