વધુમાં તેણે જણાવ્યું હતું કે, આ એક લડાઈ છે કોઈ પણ પાર્ટીએ પોલિટિકલ સ્ટંટ ના બનાવવો જોઈએ. આ ખાલી એક ડિમાન્ડ છે. આજે કોઈ પણ સરકાર હોય જેમ કે આજે ભાજપ છે કાલે કોંગ્રેસ હશે તો એવું ન સમજવું જોઈએ કે વિરોધ કરી રહ્યા છીએ આ તો ખાલી એક ડિમાન્ડ છે. આ મુદ્દાને પોલિટિકલ વ્યુમાં ન લઈ જાઓ.
2/8
હાર્દિકને પહેલીવાર મળવા પર મેઘાએ જણાવ્યું હતું કે, હું હાર્દિકને પહેલીવાર મળી છું. તેને છેલ્લા 11 દિવસથી ઉપવાસ પર બેઠો છે. તેનું વજન કેટલું ઉતરી ગયું છે. તેની સ્કીન કેટલી બ્લેક પડી ગઈ છે. દુખ એ વાતનું છે આ બધી લડાઈમાં હાર્દિકને કંઈ ના થઈ જાય એ વાતની બહુ ચિંતા છે.
3/8
ડો. મેઘા પટેલ અને તેની માતા હાર્દિક પટેલને મળવા માટે ગ્રીનવુડ રિસોર્ટ ખાતે પહોંચ્યા હતાં. આ અંગે તેણે જણાવ્યું હતું કે, અમે હાર્દિકને જોઈને બહુ જ ભાવુક થઈ ગયા હતા અને અમારાથી તેને જોઈ શકાતો નહતો એટલે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતાં. કોઈ વ્યક્તિ એક દિવસ ભૂખ્યું રહી ના શકે પરંતુ હાર્દિક 11 દિવસથી ભૂખ્યો છે તેને જોઈને અમને તેની પર બહુ જ જીવ બળ્યો હતો.
4/8
મેઘાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલની દરેક ડિમાન્ડ મને પરફેક્ટ લાગે છે. પરંતુ તે વાતને ખોટી રીતે પોલિટિકલ બનાવીને હાર્દિકને હેરાન કરવામાં આવી રહ્યો છે. હાર્દિક છેલ્લા 11 દિવસથી ઉપવાસ પર બેઠો છે તેને હું જોઈ નથી શકતી.
5/8
તેણે વધુમાં જણાવ્યું હતું કે, આપણા માટે કોઈ વ્યક્તિ ભૂખ્યો અને તરસ્યો પાટીદારોની લડાઈ લડતો હોય તો સ્વાભાવિક છે કે આપણે તેને જોઈને ભાવુક તો થઈ જઈએ. તેવી જ રીતે હું પણ તેને જોઈને ભાવુક થઈ ગઈ હતી. હાર્દિકને હું બહુ જ સારી રીતે સપોર્ટ કરું છું. સપોર્ટ કરવા માટે તેની સાથે રહેવું જરૂર નથી જોકે સપોર્ટ તો ગમે ત્યાંથી થઈ શકે છે.
6/8
હાર્દિક પટેલ અંગે મેઘા પટેલે જણાવ્યું હતું કે, પાસમાં સર્કિય તો નથી પરંતુ પાસ, પાટીદાર ભાઈઓ અને હાર્દિક પટેલને સપોર્ટ કરું છું અને મને હાર્દિક પ્રત્યે લાગણીઓ છે. કોઈ વ્યક્તિ આપણા માટે આટલી મોટી લડાઈ લડતું હોય તો સ્વાભાવિક છે કે આપણે તેને સપોર્ટ કરીએ તો એવી જ રીતે હું પણ તેને સપોર્ટ કરું છું. જ્યારથી હાર્દિક પટેલે અનામત આંદોલનની લડાઈની શરૂઆત કરી ત્યારથી હું તેને ઓળખું છું અને આજે આખો દેશ ઓળખે છે. જોકે હું હાર્દિકને પર્સનલી ઓળખતી નથી અને હું હાર્દિકને પહેલીવાર મળી છું. આ પહેલાં ક્યારેય પણ હાર્દિકને નથી મળી.
7/8
ડો. મેઘા પટેલ મહેસાણાની વતની છે છેલ્લા ચાર વર્ષથી ફિઝિયોથેરાપિસ્ટ છે. મેઘા અને તેની માતા હાર્દિકને મળવા માટે અમદાવાદના ગ્રીનવુડ રિસોર્ટ ખાતે પહોંચી હતી. મેઘા અને તેની માતા હાર્દિકને મળ્યા બાદ બહુ જ ભાવુક થઈ ગયા હતાં.
8/8
અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા 12 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠો છે. સમગ્ર ગુજરાતમાંથી હાર્દિકને મળવા માટે પાટીદારો આવી રહ્યા છે. જેમાં સોમવારે મહેસાણાની બે યુવતીઓ ગ્રીનવુડ રિસોર્ટ ખાતે હાર્દિક પટેલને મળવા પહોંચી હતી. જ્યાં હાર્દિકને જોઈને બંન્ને યુવતીઓ ભાવુક થઈ ગઈ હતી અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી હતી. ધ્રૂસકે ધ્રૂસકે રડી રહેલ યુવતીનું નામ છે ડો.મેઘા પટેલ.