નોંધનીય છે કે બે મહિના અગાઉ પણ ગોંડલમાં મગફળી ભરેલા ગોડાઉનમાં શંકાસ્પદ રીતે આગ લાગી હતી. જેમાં 28 કરોડ રૂપિયાની મગફળી બળીને ખાખ થઇ હતી. આ ઘટનામાં FSLના રિપોર્ટમાં વેલ્ડિંગ કરતી વખતે આગ લાગી હોવાનું કહીને તપાસ પર પડદો પાડી દેવામાં આવ્યો હતો. તે સિવાય એપ્રિલ મહિનામાં જામનગરમાં પણ ગોડાઉનમાં રાખવામાં આવેલી મગફળી ભરેલી 1,615 બોરીઓમાં આગ લાગી હતી.
2/4
આગ એટલી ભયાનક હતી કે ગોંડલ અને જેતપુરથી ફાયર ફાઇટર બોલાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં રાજકોટ જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તા અને જિલ્લા પોલીસ વડા અંતરિપ સુદ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે આખરે ટેકાના ભાવે ખરીદેલી મગફળી ભરેલા ગોડાઉનમાં જ વારંવાર આગ કેમ લાગે છે? એબીપી અસ્મિતાની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગોડાઉનમાં રાખવામાં આવેલી બોરીઓમાં 50 ટકા માટી હતી.
3/4
રાજકોટઃ રાજકોટ અને વેરાવળ હાઇવે પર આવેલા નાફેડ સંચાલિત મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 26 હજાર બોરીઓ મગફળી બળીને ખાખ થઇ હતી. આમ વારંવાર સરકારી ગોડાઉનોમાં લાગતી આગને કારણે અનેક શંકાઓ ઉભી થઇ છે. રાજકોટ જિલ્લા પોલીસ વડાએ પણ આગને શંકાસ્પદ ગણાવી હતી.
4/4
મળતી વિગતો અનુસાર, રાજકોટના શાપર-વેરાવળ હાઈવે પર આવેલા નાફેડ સંચાલિત નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમા નાફેદ દ્ધારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીનો જથ્થો ભરેલો હતો. મગફળીના જથ્થામાં શોર્ટ સર્કિટથી આગ ન લાગે તે માટે વીજ કનેક્શન પણ રાખવામાં આવ્યું નહોતું ત્યારે આગ કઇ રીતે લાગી તેને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.