રાજકોટઃ ખોડલધામના પ્રમુખપદેથી પરેશ ગજેરાએ રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામું આપી દેતાં નરેશ પટેલે ફરી પ્રમુખપદની જવાબદારી સંભાળી લીધી છે. ગજેરાએ એકાએક રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
2/3
પરેશ ગજેરા અને નરેશ પટેલ વચ્ચે ચાછેલ્લા એક વર્ષથી વિવાદ ચાલે છે. અગાઉ નરેશ પટેલે પણ ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ સમાજની માંગણીને માન આપીને રાજીનામું પરત ખેંચી લીધું હતું. હવે બંને હોદ્દાઓ પર નરેશ પટેલ રહેશે.
3/3
ખોડલધામ ટ્રસ્ટમાં વિખવાદ બંધ થવાનું નામ લેતું નથી, ત્યારે પરેશ ગજેરાના રાજીનામાથી અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. ટ્રસ્ટીઓની મીટિંગમાં જ પરેશ ગજેરાએ મૌખિક રાજીનામુ આપ્યું હતું. ખોડલધામના મંત્રી જીતુભાઇએ એબીપી અસ્મિતા સાથે કરેલી વાતમાં આ ખુલાસો થયો છે.