પતિને કારખાનામાં ગોંધી રાખ્યાની જાણ થતાં જ જયાબેન પરિવારજનો સાથે કારખાને પહોંચ્યા ત્યારે મુકેશભાઈ બેભાન સ્થિતિમાં મળી આવ્યા અને ત્યાંથી તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ શાપર પોલીસ રાજકોટ દોડી આવી હતી. જયાબેને પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, રાદડિયા ઇન્ડસ્ટ્રીઝમાંથી ધસી આવેલા પાંચેક શખ્સોએ કચરો ઉપાડવાનું કહી જ્ઞાતિ પૂછી હતી અને જ્ઞાતિ જાણ્યા બાદ હડધૂત કરી મારમારવા લાગ્યા હતા.
2/6
પોલીસે હત્યા અને એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. મૃતકના મામાના પુત્ર શંકરભાઇ દેવજીભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, મુકેશભાઇની હત્યાથી તેનો પરિવાર નોંધારો થઇ ગયો છે, સરકાર મૃતકના પરિવારજનોને આર્થિક સહાય તેમજ સરકારી મદદ નહી કરે ત્યાં સુધી લાશ સંભાળવામાં આવશે નહી.
3/6
મૃતક મુકેશભાઇ વાણીયા બે ભાઇમાં મોટા હતા, તેમના નાનાભાઇ પિન્ટુભાઇ વાણીયા અમદાવાદ રહે છે. ભાઇની હત્યા થયાની જાણ થતાં જ પિન્ટુભાઇ રાજકોટ દોડી આવ્યા હતા. પિન્ટુભાઇએ જણાવ્યું હતું કે, મુકેશભાઇની હત્યાથી તેમના પત્ની અને સંતાનો નોંધારા બની ગયા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સહાય કરવામાં નહીં આવે તો પોતે સિવિલ હોસ્પિટલમાં જ ઝેરી દવા પી આત્મવિલોપન કરશે.
4/6
મૃતકના પત્ની જયાબેને જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. વતન લીંબડીના પરનાળા ગામથી પાંચ દિવસ પૂર્વે જ શાપર આવ્યા હતા અને કચરો વિણવાનું કામ શરૂ કર્યું હતું અને મુકેશભાઇ હત્યાનો ભોગ બન્યા હતા. બનાવથી વાણીયા પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો.
5/6
રાજકોટઃ શહેરમાં ભંગાર વિણવાનું કામ કરતાં યુવકને કચરો વિણવા મુદ્દે પાંચ શખ્શોએ ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આરોપીએઓએ યુવકની પત્ની અને તેના કાકીજી સાસુને પણ માર માર્યો હતો. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી બાજુ પરિવારજનોએ જ્યાં સુધી સરકાર દ્વારા આર્થિક સહાય અને મદદ ન મળે ત્યાં સુધી લાશ લેવાની ના પાડી દીધી છે.
6/6
મળતી માહિતી મુજબ શાપર વેરાવળમાં શિતળામાના મંદિર નજીક મારૂતિપાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા મુકેશભાઇ સવજીભાઇ વાણિયા (ઉ.વ.40) પત્ની જયાબેન અને કાકીજી સાસુ સવિતાબેન રવિવારે સવારે 5.30 વાગ્યાના અરસામાં ઘર નજીક આવેલા કારખાના આસપાસ કચરો વીણવા નીકળ્યા હતા ત્યારે રાદડિયા ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં પાસે ગયા ત્યારે પાંચેક શક્શો સાથે કચરો ઉપાડવા મુદ્દે બોલાચાલી થઈ જેમાં પાંચે શખ્સોએ મુકેશભાઈ સહિત ત્રણેયને ઢોરમાર માર્યો હતો. જેમાં જયાબેન અને સવિતાબેનને માર મારી ભગાડી દીધા અને મુકેશભાઈને કારખાનામાં લઈ જઈ ઢોરમાર માર્યો હતો.