હીરલના પિતાનો આક્ષેપ છે કે કોઇએ તેમની દિકરીના નામે ફોન કરી કહ્યું હતું કે, 'પપ્પા જલ્દી આવો, ભાવિકે આપઘાત કરી લીધો છે.' અમે તાબડતોબ સુરતથી રાજકોટ આવ્યા ત્યારે જમાઇની નહિ, પણ અમારી દિકરીની લાશ જોવા મળી હતી! અમને ખોટો ફોન કરનાર મહિલા કોણ તેની પણ તપાસ કરો. બીજી તરફ પતિ ભાવિકે આક્ષેપ કર્યો છે કે હિરલને મારા પાટલાસાસુના દિયર સાથે આડાસંબંધ હતાં તેની મને જાણ થઇ જતાં તેણે આ પગલુ ભરી લીધુ હતું. હિરલની તેના પ્રેમી સાથેની વાતો પણ મારી પાસે રેકોર્ડ કરેલી છે. આ ઉપરાંત તેના આડા સંબંધના બીજા પુરાવા પણ મારી પાસે છે.
2/8
પ્રવિણભાઇએ એમ પણ કહ્યું હતું કે આપઘાત કરતાં પહેલાં હિરલે ચિઠ્ઠી લખી હોવાનું જમાઇ ભાવિક કહે છે પણ તેમાં હિરલની સહી નથી. આ ચિઠ્ઠી ખરેખર કોણે લખી તેની પણ તપાસ કરવી જોઈએ. હિરલ નબળા મનની નહોતી તે જોતાં તે આપઘાત કરે જ નહીં.
3/8
હીરલના માતા-પિતાએ આક્ષેપ કર્યો છે કે અમારી દિકરી પરણીને સાસરે આવી ત્યારથી શંકાશીલ જમાઇ ભાવિક સતત તેને હેરાન કરી મારકૂટ કરતો હતો. તે બે મહિના પહેલાં જ અલગ રહેવા ગયો હતો અને પોતે પોતાનાં માતા-પિતાને મળવા જતો હતો, પણ અમારી દિકરીને ત્યાં લઇ જતો નહોતો
4/8
જો કે મૂળ સુરતની હિરલના પિતા પ્રવિણભાઇ ભીમજીભાઇ રાઠોડ અને માતા રેખાબેને પોતાની દીકરી આત્મહત્યા કરે એ વાત નકારી છે. તેમણે હીરલની હત્યા પોતાના જમાઇ ભાવિકે કરી હોવાનો આક્ષેપ કરી ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની માંગણી કરી છે.
5/8
આપઘાત કરનાર હિરલના મૃતદેહ પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જે પોલીસે કબ્જે લીધી છે. તેમાં લખ્યું છે કે, 'હું મારી મરજીથી આ પગલુ ભરું છું, મારી દિકરી રિસીકાનું ધ્યાન રાખજો, ભાવિકનો કોઇ વાંક નથી, તેને હેરાન ન કરતાં, મારી ભુલ થઇ ગઇ છે મને માફ કરજો.'
6/8
આપઘાત કરનાર હીરલના લગ્ન ચાર વર્ષ પહેલાં થયાં હતાં. સંતાનમાં ત્રણ વર્ષની પુત્રી રિસીકા છે. તેનો પતિ ભાવિક ચૌહાણ ફોર્બ્સ એન્ડ કંપનીમાં નોકરી કરે છે. બંને પહેલાં સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં પણ છેલ્લા ચાર વર્ષથી અલગ થઈને પોતાના મકાનમાં રહેવા ગયાં હતાં.
7/8
રાજકોટમાં મવડી ચોકડી પાસે રહેતી 28 વર્ષની હિરલ ભાવિક ચૌહાણ (ઉ.૨૮) નામની યુવતીના અપમૃત્યુએ સનસનાટી મચાવી છે. હીરલ કસ્તુરી હાઇટ્સની બાજુમાં આવેલા આદર્શ ડ્રીમ ફલેટ નંબર ૨૦૧માં રહેતી હતી. તે પોતાના ઘરમાં પંખાના હુકમાં દૂપટ્ટો બાંધી ગાળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
8/8
તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે, અમારી દીકરી સુરત પિયરે આવી પછી ભાવિક હીરલને તેડવા આવ્યો ત્યારે પણ રસ્તમાં બસમાં પણ સતત શંકા કરી કોને મળવા ગઇ હતી? એવા સવાલ કર્યા હતા. એટલું જ નહીં પચ્ચીસ જેટલા લાફા માર્યા હતાં. અમારી દિકરીને મારી નાંખ્યાની અમને શંકા છે.