શોધખોળ કરો
2020ના ટી 20 વર્લ્ડકપમાં આ બે ટેસ્ટ રમતી ટીમોને સીધો પ્રવેશ નહીં, નાના દેશો સામે રમીને ક્વોલિફાય થવું પડશે
1/3

બીજી બાજુ બાંગ્લાદેશ અને શ્રીલંકા અન્ય છ ક્વોલીફાયર ટીમ સાથે ટૂર્નામેન્ટમાં ગ્રુપ સ્તરે શરૂઆત કરવાની રહેશે. એટલે કે આ બે ટીમોને સીધો પ્રવેશ મળ્યો નથી. આઈસીસી ટી20 ટૂર્નામેન્ટનું આયોજન ઓસ્ટ્રેલિયામાં 2020માં 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી યોજાશે. તેના માટે ક્વોલીફાયર મેચનું આયોજન આ વર્ષે થશે.
2/3

આઈસીસી પુરુષ ટી-20 રેન્કિંગમાં ટોચની 8 ટીમોનો સુપર 12માં સીધો પ્રવેશ મળ્યો છે, જ્યારે બે અન્ય ટીમ ગ્રુપ સ્તરે રમશે. 8 ટીમોમાં પાકિસ્તાન, ભારત, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રીકા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટઇન્ડીઝ અને અફઘાનિસ્તાનને સીધો પ્રવેશ મળ્યો છે.
Published at : 02 Jan 2019 11:12 AM (IST)
View More





















