શોધખોળ કરો
Advertisement
ક્રિકેટ મેચ દરમિયાન જ મેદાન પર થઈ મોટી દુર્ઘટના, ખેલાડીનું હાડકું તૂટીને અલગ થઈ ગયું
ક્રિકેટ એવી રમત છે જ્યાં ખેલાડીને શારીરિક ખૂબ જ મહેનત કરવી પડે છે. ખેલાડી એક રન બચાવવા માટે, એક કેચ કરવા માટે ઘણી વખત ઈજાગ્રસ્ત થઈ જાય છે.
નવી દિલ્હીઃ ક્રિકેટ એવી રમત છે જ્યાં ખેલાડીને શારીરિક ખૂબ જ મહેનત કરવી પડે છે. ખેલાડી એક રન બચાવવા માટે, એક કેચ કરવા માટે ઘણી વખત ઈજાગ્રસ્ત થઈ જાય છે. ઘણી વખત મોટી મોટી દુર્ઘટના પણ થાય છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ફ્લિપ હ્યૂજને ઈજાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવી અનેક મોટી ઘટના ક્રિકેટના મેદાન પર થઈ છે.
ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી ડોમેસ્ટિક વન ડે સિરીઝમાં પણ આવી એક મોટી દુર્ઘટના જોવા મળી છે. એસેક્સા વિરુદ્ધ ચાલી રહેલા મેચમાં ઓલરાઉન્ડર રિકી ક્લાર્ક ઘાયલ થયો છે. ફિલ્ડીંગ કરતા સમયે તેના ડાબા હાથની આંગળી તૂટી ગઈ.
મેચ દરમ્યાન રિકી ક્લાર્ક સ્લિપ પોઝિશન પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો. ત્યારે જ મોર્ન માર્કેલની બોલિંગ પર ડેન લોરેંસનો કેચ સ્લિપ તરફ આવ્યો અને ક્લાર્કે ડાઈવ લગાવી. પરંતુ આ દરમ્યાન આંગળી જોઈ તો તે તૂટી ચુકી હતી. તેની આંગળીમાંથી લોહી નીકળી રહ્યું હતું, જ્યારે એક્સરે કરવામાં આવ્યો તો, હાડકુ જ અલગ પડી ગયું હતું. ક્લાર્કે પોતાની ઈજાગ્રસ્ત આંગળીના એક્સરેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement